Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
[ શ્રી વિજયપદ્મસુકૃિત
૧૧ શ્રી ચારિત્રપદ—જેનું સારી રીતે પાલન કરવાથી ક`મળથી મુક્ત થઇને શુદ્ધ નિર્મળ આત્માનું સ્વા ભાવિક સુખ મેળવી શકાય છે, તેવા ચારિત્ર પદને ઇન્દ્ર વગેરે દેવા પણ નમસ્કાર કરે છે. અનંતાનુબંધી આદિ કાયાના ક્ષય, ઉપશમ કે ક્ષયેાપશમ થવાથી આ ચારિત્રગુણુ પ્રગટે છે. ઉત્તમ પ્રકારની ક્ષમા રાખવી એ ચારિત્રનું ખરૂં રહસ્ય છે. આ ચારિત્રનું શુદ્ધ પાલન કરવાથી શ્વાસન્નસિદ્ધિક ભવ્ય જીવા સ'સાર સમુદ્રને તરી જાય છે. માનુ વિશેષ સ્વરૂપ શ્રી સિદ્ધચક્ર પૂજામાંથી જાણવું. આ પદની યથાર્થ સેવના કરવાથી જિનનામ કર્મના પણ ખંધ થાય છે.
૫૧૮
૧૨ બ્રહ્મચર્ય પદ—જેથી આત્મગુણુ રમણતાના અથવા નિર્મલ ચારિત્ર ગુણુના લાભ થાય, તથા અનેક પ્રકારની વિષયાસક્તિ દૂર થાય તે બ્રહ્મચર્ય પદનું ખર્ રહસ્ય છે. તે ગુણુ ઇંદ્રાદિ દેવાને પણ વંદન કરવા લાયક છે. મન વચન કાયાથી નિર્માલ બ્રહ્મચર્ય પાળનાર ભવ્ય જીવે જરૂર ભવ સમુદ્રના પાર પામે છે. ખીજા પુણ્ય કાર્યને કરનાર ભવ્ય જીવેવા બ્રહ્મચર્ય પાળનાર પુણ્યશાલી જીવાની સરખામણીમાં આવી શકતા નથી.જે બ્રહ્મચર્યનું ઉત્તમ પાલન કરનાર તરીકે વિજય શેઠ, વિજયા શેઠાણી, સુદન શેઠ, જખૂસ્વામી, સ્થૂલિભદ્ર વિગેરેનાં દૃષ્ટાંતા શ્રી ઉપદેશ પ્રાસાદ વિગેરે ગ્રંથામાં સુપ્રસિદ્ધ છે. પરમ સંતાષ ગુણને પામેલા ભવ્ય જવા પરમ ઉલ્લાસથી બ્રહ્મચર્ય ગુણુની સેવના કરી મેાક્ષપદને જરૂર મેળવે છે. આજે બ્રહ્માચ ના પ્રતાપે ચારિત્રની નિર્મલ સાધના કરી શકાય છે. ઘણાં જીવા