Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
શ્રી વિશતિસ્થાનકપ્રદીપિકા]
૫૨૧ છઠ્ઠને તપ કરીને પારણું કરતા હતા. અને ચાર જ્ઞાનને ધારણ કરતા હતા. અઠ્ઠાવીસ લબ્ધિને પામેલા હતા. ચરમ તીર્થપતિ શ્રી વીર પ્રભુના મુખ્ય (પહેલા) ગણધર હતા. તેમનું ગૌતમ નામનું ગોત્ર હોવાથી અને મહા લબ્ધિના પાત્ર હોવાથી તેઓ “ગૌતમ સ્વામી” આ નામે વધારે પ્રસિદ્ધ છે. તેમનું પવિત્ર નામ લેતાં ચોવીસે તીર્થકરોના ૧૪પર ગણધરનું સ્મરણ કર્યું જાણવું. વર્તમાન શાસન નાયક શ્રી વીર પ્રભુની ઉપર તેમને સ્વાભાવિક (પૂર્વ ભવ સંબંધી) ઘણે પ્રશસ્ત નેહ હતો તે જાણુને આત્મહિતેચ્છુ ભવ્ય જીવેએ પોતાના સદ્ગુરૂની ઉપર તે જ પ્રેમ રાખીને ગુરૂ સેવા કરવી જોઈએ. અનેક ગ્રંથમાં પરમ વિનય ગુણની સેવા કરવાની બાબતમાં શ્રી ગતમ સ્વામીનું ઉદાહરણ જણાવ્યું છે. શ્રી ગૌતમ સ્વામીની વિશેષ બીના પ્રાકૃત તેત્ર પ્રકાશમાં અને દેશના ચિંતામણુમાં જણાવી છે. તે યાદ કરીને આ શ્રી ગૌતમ પદનું પરમ આદરથી આરાધન કરવું. વળી આ પ્રસંગે જાણવા જેવી બીના એ છે કે શ્રી જૈનેન્દ્રાગમમાં તીર્થકર તથા ગણધર જેવા ઉત્તમ પુરૂષો રત્નપાત્ર જેવા કહ્યા છે, સામાન્ય સાધુઓ સેનાના વાસણ જેવા કહ્યા છે, દેશ વિરતિ શ્રાવકે રૂપાના પાત્ર તુલ્ય ( વાસણ જેવા) કહ્યા છે. સમકિતી શ્રાવકે ત્રાંબાના વાસણ જેવા અને અવિરતિવંત મિથ્યાદષ્ટિ જીવે લેઢાના વાસણ જેવા કહ્યા છે. અહીં જણાવ્યા મુજબ રત્ન પાત્ર સમાન ગણધર પદ અતિ મહત્વનું હોવાથી ભવ્ય
એ પરમ ઉલાસથી જરૂર તેની આરાધના કરીને શ્રી