Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
પ૩૬
[ શ્રી વિજયપધ્ધસૂરિકૃત૩ ત્રીજા પ્રવચન પદની આરાધના કરવાનો વિધિ-પ્રવચન પદના ૧૨ અથવા ૨૭ ગુણ હોવાથી દૂહો બોલીને પ્રદક્ષિણ દઈને ખમાસમણ પણ ૧૨ અથવા ૨૭ દેવા. તથા ‘૩૪ નામે વિચારરસ’ એમ બેલીને ૨૦ નવકારવાળી ગણે. સાથીયા ર૭ કરવા. ૧૨ અથવા ૨૭ લેગસને કાઉસગ્ગ કરે. આ પદનું ધ્યાન ઉજવલ વણે કરવું. આ પદના ધ્યાનથી જિનદત્ત શેઠ તીર્થંકર પદવીને પામ્યા. બાકીને વિધિ પહેલા પદની વિધિમાં જણાવ્યું છે. દ્વાદશાંગીની અપેક્ષાએ ૧૨ ગુણો અને અંગને ૧૧ ઉપાંગના ૧૨ તથા ચાર મૂલ સૂત્રના છે.
૪ ચોથા આચાર્ય પદની આરાધના કરવાનો વિધિઆચાર્ય પદના ૩૬ ગુણ હોવાથી દૂહા બેલી પ્રદક્ષિણા દઈને ખમાસમણ ૩૬ દેવા. તથા ૩૬ લેગસ્સનો કાઉસગ્ગ કરે. ૩ૐ નમો આયરિયા' એ પદની ૨૦ નકારવાલી ગણવી. આ પદનું ધ્યાન પીતવણું કરવું. કારણ કે સેનાની જેવા આઠ ગુણવાલા આચાર્ય ભગવંતે કહ્યા છે. આ પદના ધ્યાનથી પુરૂષોત્તમ રાજા તીર્થકર થયા છે. સાથીયા ૩૬ કરવા. બાકીને વિધિ પહેલા પદના વિધિમાં જણાવ્યું છે.
૫ પાંચમા સ્થવિર પદની આરાધના કરવાને વિધિ અહીં હો બોલી પ્રદક્ષિણા દઈને ૧૦ ખમાસમણું દેવાં. તથા ૩૪ દેરાળ' આ પદ બેલીને ૨૦ નવકારવાળી ગણવી. તથા ૧૦ લેગસ્સનો કાઉસગ્ગ કરે. કારણ કે સ્થવિરના ૧૦ ભેદ છે સાથીયા દશ કરવા. આ પદનું ધ્યાન સફેદ વર્ણ કરવું. આ પદની આરાધના કરવાથી પક્વોત્તર રાજા તીર્થકર