Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક ]
૪૮૭
ઉપસર્ગોના સ'ભવ છે તે સર્વ ઉપસર્ગો જીતવા જેટલુ સામર્થ્ય પ્રાપ્ત થયું હાય, તેા જ સત્ય વચન ખાલી શકાય છે. શ્રી કાલિકાચા ને રાજાએ યજ્ઞનું ફળ પૂછ્યું તે વખતે સત્યવાદી શ્રી કાલિકાચાર્યે નિČયતા પૂર્વક નરક ગતિ રૂપ ફળ કહ્યું. એ વખતે સાધારણ ધૈર્ય વાળા પુરૂષ તા રાજાને ઠીક લાગે તેવા જ ઉત્તર આપત, પરન્તુ કાલિકાચા અતિશય સત્ત્વ ગુણુવાળા હતા તેથી રાજાના ભયની અપેક્ષા રાખ્યા વિના નિČચપણે જે સત્ય વાત હતી તે જ જણાવી. એના જ વિપરીત ઉદાહરણમાં વસુરાજા પાતે રાજા હતા તા પણ ગુરૂના દીકરા પર્વતની દાક્ષિણ્યતા સાચવવાને નારદ અને પતના વાદ ( ઝગડા ) માં અજા શબ્દના અર્થ ત્રણ વર્ષની જૂની ડાંગર છે એમ પાતે જાણે છે તેા પણુ અજા શબ્દના અર્થ પર્વત જે રીતે વિદ્યાર્થી ઓને ભણાવતા હતા તે રીતે બકરાએ એવા કર્યાં, તે જ વખતે વસુરાજા મહુ જ હેરાન થઇ ગયા. આ ઉપરથી સમજી શકાય છે કે સત્ય બાલવામાં ધીરતા અને સત્ત્વ ગુણુ અડગ રીતે રાખવા પડે છે.
વળી સત્ય વચન તે કહેવાય કે જે વચન દેખીતી રીતે સત્ય હાય, પરન્તુ મુક્તિ માર્ગનું વિધાતક ( આત્મહિતને બગાડનારૂ') હાય તેા તે (વચન) સાચું છતાં પણ ખરી રીતે જૂઠુ જ કહેવાય છે, કાણા માણસને કાણા કહેવા એ સત્ય નહિં પણ અસત્ય છે, કારણ કે એ અપ્રીય વેણુ છે. માટે કેવળ સત્ય નહિં, પરન્તુ તે વચન બીજાને સુંદર અને મધુર લાગે એવું હાવું જોઇએ, તેમ જ ગેાળ ગાળ ( એ