Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્પષ્ટાર્થ સહિત વૈરાગ્યશતક ]
૪૮૫ પ્રમાણે સુખડના રસને ચોપડવામાં (શરીરે લગાવવામાં) તથા દ્રાક્ષના રસને ચાખવામાં, અરે કઈ પણ ઠેકાણે (તે આનંદ) મળતું નથી. એમ હું ખાત્રી પૂર્વક ટૂંકામાં મારા વિચારે જણાવું છું. આ બાબતમાં વધારે કહેવાથી શું? ૧૦૩
સ્પષ્ટાર્થ-કાવ્યની કીંમત આંકવામાં કવિ જ સમર્થ હોય છે. તેમાં પણ મધ્યસ્થ દૃષ્ટિથી અને કાવ્ય રચનાના તલસ્પર્શી અનુભવવાળા અને ગુણગ્રાહી પરીક્ષક કવિઓ દુનિયામાં વિરલા જ હોય છે. સાચા કવિઓમાં ઉત્તમ ગુણ એ હે જોઈએ કે દરેક કાવ્યને મધ્યસ્થ ગુણ દષ્ટિથી તપાસવું ઘટે (ઈએ) આ ગુણ કલિકાલ સર્વજ્ઞ આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજીમાં હતું. એક વખત આ સૂરિજી મહારાજ પ્રભુદેવની આગળ સ્તુતિ કરતાં શ્રાવક ધનપાલ કવિએ બનાવેલા કે બોલે છે. આ સાંભળીને રાજા કુમારપાલે ગુરૂ મહારાજને પૂછ્યું કે આપશ્રીજી શ્રાવકના બનાવેલા પ્રભુની સ્તુતિના લોકે કેમ બોલો છો? આ પ્રશ્નના જવાબમાં આચાર્ય દેવે જણાવ્યું કે આ લેકે બેલવામાં લગાર પણ વાંધો નથી. કારણ કે તેમાં રહેલી શબ્દની અને અર્થની સુંદરતા બહુ જ આનંદને આપે છે. પ્રભુ ગુણમાં આત્માને લીન કરે છે, યથાર્થ પ્રભુનું સ્વરૂપ યાદ કરાવે છે, વિભાવ દશાને દૂર કરીને નિજ ગુણ રમણતાને વધારે છે. આ બીન માંથી સમજવાનું મળે છે કે પૂજ્ય શ્રી આચાર્ય દેવની માફક કાવ્યમાંથી ગુણ ગ્રહણ કરે જોઈએ. તે પ્રમાણે એક કવિ આ વૈરાગ્ય શતકની કીંમત આંકીને આ પ્રમાણે પિતાના મિત્રને કહે છે. જે કહે છે તે બીના