Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૫૦૨
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
ચીકણાં એવા કર્મા પણુ નાશ કરવામાં તપ સિવાય બીજો કોઇ સમર્થ નથી.
૩. તપને કલ્પવૃક્ષના જેવું કહ્યું છે. તેને સંતાષ રૂપી મૂળિયુ, શીલ રૂપી ઝીણાં નવા પાંદડાં, અને અભયદાન રૂપી મેટા પાંદડાં છે, તેની ઉપર શ્રદ્ધા રૂપી પાણી સિંચાય છે. તેથી તેને વિશાલ કુલ અલ એશ્વર્ય રૂપી વિસ્તાર (ઘેરાવા) વધે છે. તેને સ્વર્ગાદિકના સુખ રૂપ ફૂલા છે, માક્ષ રૂપ ફળ છે.
દર
""
ચરમ તીર્થંકર શ્રી મહાવીર પરમાત્માએ જ્યારે દીક્ષા લીધી હતી ત્યારે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પવજ્ઞાન એ ચાર જ્ઞાને કરીને સહિત હતા અને તેથી તે તારક પ્રભુ એમ જાણતા હતા કે “હું તમામ કર્મના ક્ષય કરીને આ જ ભવમાં માક્ષે જવાના છું. ” એવું જાણુતા હતા છતાં પણ તે પ્રભુએ અનુપમ ફળને આપનાર વિવિધ પ્રકારનાં ચવિહાર તપ કર્યો હતા. અને લગભગ સાડી ખાર વર્ષના છદ્મસ્થ પર્યાયમાં ૩૪૯ દિવસ પારણું કરવા તરીકે આહાર કર્યા હતા. આ ઉપરથી જ તપના મહિમા તથા તે તપ કરવાની જરૂરીયાત સાર્મીત થાય છે. જેમ અગ્નિના તાપથી અશુદ્ધ ( મેલ વાળું) સેાનું મેલ દૂર થાય ત્યારે ચાખ્યુ` (સ્વચ્છ ) અને છે, તેમ કર્મ રૂપી મેલથી મિલન થએલા આ સંસારી જીવા તપ રૂપી અગ્નિના તાપથી કર્મ રૂપી મેલના નાશ કરીને પેાતાના આત્માને નિર્માલ્ ખનાવે છે. જે વસ્તુ ખડું દૂર છે, અથવા જે વસ્તુ મહા દુ:ખે કરી મેળવવી શકાય એવી હાય, તેવી વસ્તુએ પણ