Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૫૧૨
| [ શ્રી વિજયપધસૂરિકૃતઅંતરંગ શત્રુઓ તેમને “હંત” એટલે હણનાર. જેમણે રાગ શ્રેષાદિક શત્રુઓને નાશ કર્યો છે તે અરિહંત અથવા વિચરતા તીર્થકર કહેવાય. એટલે જેમણે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મોને ક્ષય કરીને કેવળજ્ઞાન, કેવળ દર્શન મેળવ્યું છે, પરંતુ હજી જેમનાં નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય એ ચાર અઘાતી કર્મ નાશ પામેલ નથી તે તેરમાં સગી કેવલી ગુણસ્થાને રહેલા અરિહંત અથવા તીર્થકર કહેવાય. આ અરિહંત પ્રભુ પાછલા ભવમાં “સવિ જીવ કરૂં શાસન રસી” એવી ઉત્તમ ભાવના રૂપ ભાવ દયાને પરિણામથી નિર્મળ સંચમાદિને સાધીને તીર્થકર નામ કર્મને બાંધે છે. તીર્થકરના ભવથી પાછલા ત્રીજા ભવમાં શ્રી અરિહંતાદિ સ્થાનક વિગેરેને સાધીને જિન નામને નિકાચિત કરે છે. આ ભવનું આયુષ્ય પૂર્ણ થયા બાદ વૈમાનિક દેવલોકમાં કે નરકમાં જાય છે. (અહીં જેમણે પહેલાં-મિથ્યાષ્ટિ પણામાં નરકાયુષ્ય બાંધ્યું છે. અને પછીથી સમ્યકત્વ ગુણને પામીને તીર્થકર નામ કર્મ બાંધે તો તેઓ પહેલી ત્રણ નરકમાંથી આવીને તીર્થંકર થઈ શકે છે) ત્યાંથી મતિ, શ્રત અને અવધિ એ ત્રણ જ્ઞાન સાથે મનુષ્યપણે ઉપજે છે, ત્યાં અવસરે સકલ ભેગ સામગ્રીને ત્યાગ કરી વાર્ષિક દાન દઈને દીક્ષા ગ્રહણ કરે. દીક્ષા લે તે જ વખતે ચોથું મન:પર્યવ જ્ઞાન ઉપજે. ત્યાર પછી અપ્રમત્ત ભાવે દીક્ષા પાળીને આકરી તપસ્યા કરીને ચાર ઘાતી કર્મ ખપાવી તેમે ગુણ સ્થાનકે આવે ત્યારે તેઓ અરિહંત કહેવાય. તેમને બંધમાં