Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સુગ્રહિત નામધેય-પરમપકારી પરમગુરૂઆચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વર વિનેચાણુ વિજયસૂરિપ્રણેતા
શ્રી છે વિંશતિસ્થાનક પ્રદીપિકા
सिरि संखेसरपासं-वंदिय गुरुरायणेमिसरिपयं ॥ वीसइठाणविहाण-प्पईवियं कुणमि सेअढं ॥ १ ॥
પરમ તારક દેવાધિદેવ શ્રી તીર્થંકર પ્રભુએ ભવ્ય જના કલ્યાણને માટે ચાર પ્રકારનો ધર્મ પ્રરૂપે છે. (જણાવ્યું છે). તે આ પ્રમાણે–
૧ દાનધર્મ, ૨ શીલધર્મ, ૩ તપસ્યાધર્મ, ૪ ભાવનાધર્મ. તેમાં દાન, શીલ અને ભાવનાનું સ્વરૂપ શ્રી ઉપદેશ તરંગિણ વિગેરે ઘણું ગ્રંથમાં વિસ્તારથી સમજાવ્યું છે. તપસ્યા ધર્મનું અને તેના ભેદરૂપ શ્રી વાસ સ્થાનકની તપસ્યાનું વર્ણન ટૂંકામાં આ પ્રમાણે જાણવું. જ્યાં સુધી આ સંસારી જીની લગાર પણ ગક્રિયા ચાલુ હોય છે, ત્યાં સુધી તેઓને સમયે સમયે ઓછા વધતા પ્રમાણમાં કર્મબંધ ચાલુ હોય છે. અને તેથી જ તે જીવોના સ્વરૂપમાં વિચિત્રતા માલુમ પડે છે. કોઈ પણ કર્મને બંધ થયા પછી તેને
૩૨