Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૪૪૯
સ્પબાથ સહિત વૈરાગ્યશતક] બની જાય છે. આનું કારણ શું? કારણ એ જ કે પાંચ ઈન્દ્રિયના વિષયો અને તેમાં પણ ખુજલીની ચળ સરખે જે સ્પર્શેન્દ્રિયને વિષય, તેને અત્યંત પરાધીન બનેલા એ પંડિત વિગેરે બધા એ વિષયની તૃપ્તિ માટે સ્ત્રીની આગળ દાસ–ગુલામ જેવા પરાધીન બની જાય છે. સ્ત્રી રાત કહે તો રાત ને દિવસ કહે તે દિવસ કહેવા તૈયાર થઈ જાય છે. તેથી કવિ કહે છે કે જગતમાં જે પંડિતે લેકને એમ ઉપદેશ આપે છે કે પરાધીનતા એ ખુલ્લી નરકની વેદના જેવી છે તે જ પંડિતે વિષયાધીન બનીને સ્ત્રીની પરાધીનતા છોડતા નથી ? છોડતા નથી એટલું જ નહિ પરંતુ ઉલટા રોમાંચિત દેહવાળા થઈને (હર્ષ ઘેલા થઈને) સ્ત્રીઓની પરાધીનતામાં જ રાત દિવસ મશગુલ બન્યા રહે છે. આ લેકનું રહસ્ય એ છે કે મૂર્ખ જ તે સ્ત્રીની પરાધીનતામાં સપડાઈ જાય એ વાત સંભવી શકે છે, પરંતુ વિદ્વા
એ તો સ્ત્રીની પરાધીનતામાં ન જ રહેવું એટલે સ્ત્રીસંગ ન કરે. કારણ કે ખરી પંડિતાઈ તે જ કહેવાય છે, જેને પામીને ભવ્ય છાની વિષય કષાય તરફ પ્રવૃત્તિ દિનપ્રતિદિન એછી જ થાય, અને અંતે સંપૂર્ણ રીતે નિવૃત્તિ માર્ગમાં પણ જરૂર જોડાય. વિષય કષાયથી અલગ રહેનાર જીવ છેડા શાસ્ત્રીય જ્ઞાનને ધારણ કરતો હોય, તે પણ તત્વ દષ્ટિએ તે ખરે પંડિત જ ગણાય. અને શાસ્ત્રની મેટી મોટી વાતો કરે પણ પિતાને તેમાંનું કરવાનું કંઈ નહિ. આવા અંધારામાં અથડાનારા કહેવાતા પંડિત તત્વદષ્ટિએ મૂ શિરોમણિ જ કહેવાય. ઘણું કરીને બહુલ સંસારી