Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૫૬
[ શ્રી વિજયપધસૂરિકૃત
ઉત્તર–જે (જ્ઞાન) થી પિતાના જ આત્માના ગુણ દેષ જાણવામાં આવે તે ઉત્તમ જ્ઞાન કહેવાય. ૫
સ્પષ્ટાર્થ—આ લેકમાં કવિ ઉત્તમ દેવ ઉત્તમ ગુરૂ અને ઉત્તમ જ્ઞાનનું સ્વરૂપ કહે છે. ત્યાં રાગ દ્વેષ કોધ માન માયા લેભ અજ્ઞાન વિગેરે ૧૮ દેષ રહિત જે આત્મા હાય તે જ સુદેવ કહેવાય. રાગ દ્વેષ વિગેરે દોષ મેહનીય કર્મના ઉદયથી હોય છે. તેને સંપૂર્ણ ક્ષય થાય ત્યારે જ આત્મા વીતરાગ દશાને પ્રાપ્ત કરે (મળ) છે, ને ત્યાર બાદ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય તથા અન્તરાય એ ત્રણ કર્મને સંપૂર્ણ ક્ષય થતાં આત્મા કેવળજ્ઞાની કેવળદર્શની અને અનન્ત દાનાદિ લબ્ધિવાળે અને અનન્ત વીર્યવાળો થાય છે. કેવળજ્ઞાન અને કેવળદર્શનથી કેવળજ્ઞાની આત્મા સર્વ સચરાચર જગતને જાણે છે ને સાક્ષાત્ દેખે છે જગતમાં એ કઈ પદાર્થ કે પદાર્થના ગુણ પર્યાય કે કિયા નથી જેને કેવલી પરમાત્મા ન જાણે એકેક પદાર્થના અનંત અનંત ગુણ તથા ત્રણે કાળના અનન્ત અનન્ત પર્યાય એક જ સમયમાં અથવા દરેક સમયે જાણે છે દેખે છે. ત્યાર બાદ નામકર્મ ગેત્રિકર્મ વેદનીય કર્મ અને આયુષ્ય કર્મ એ ચારેને સંપૂર્ણ ક્ષય થતાં એજ કેવલી ભગવાન નિર્વાણ પદને પામીને પરમાત્મપદ એટલે સિદ્ધ સ્વરૂપને મેળવે છે, ત્યાં અરૂપી અગુરુલઘુ અનંત સુખ અને અક્ષય સ્થિતિ (સાદિ અનંત સ્થિતિ) વાળા થાય છે. ત્યાંથી તે સિદ્ધ ફરીથી સંસારમાં ઉત્પન્ન થતા નથી, કારણ કે સંસારમાં ઉત્પન્ન થવાનું કારણ કર્મ છે તેને તેમણે સર્વથા ક્ષય કર્યો છે. એવા શ્રી સિદ્ધ