Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક ]
૪૬૭ દરકાર કરતા નથી. અને ઉન્હાળાના આકરા તાપ, શીયાળાની આકરી ટાઢ અને ચેમાસાની શરદી હસતે મેઢે સહન કરે છે. પરંતુ જ્યારે નિર્મલ જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કરવા માટે શ્રી ગુરૂ મહારાજ વિગેરે વડીલો તરફથી કહેવામાં આવે તો મારું શરીર કષ્ટ સહન કરી શકે એવું નથી, મન ઠેકાણે નથી વિગેરે ઘણું બહાના બતાવીને બચાવ કરે છે. કદાચ તેઓ ધાર્મિક અનુષ્ઠાનમાં (પૌષધ પૂજા ઉપધાન દેશવિરતિ સર્વવિરતિ વિગેરેને સાધવામાં) લજજાદિકથી જોડાય તો ગળીયા બળદની માફક ઢીલા થઈ જાય છે, વેઠ કરવા જેવું કરે છે, અને જરા જરામાં થાકી જાય છે. એ પ્રમાણે શ્રી જિન ધર્મની આરાધના કરવામાં બે પગે જાણે અપંગ હોય એવા પાંગળા જેવા બની જાય છે, અને તેથી મોટા પુન્યના ઉદયે મળેલો મનુષ્ય ભવ વિષય કષાયાદિ પાપ કર્મની સેવનામાં ફેગટ હારી જાય છે. આ લોકનું રહસ્ય એ છે કે આ મનુષ્ય ભવ પામીને ભવ્ય જીવોએ ધર્મની આરાધના કરવા માં પાંગળા જેવા ન બનવું જોઈએ, પણ ધર્મની સાધના કરતી વખતે પ્રમાદને દૂર કરીને પરમ ઉલ્લાસથી પ્રયત્ન કરે જોઈએ. જેથી છેવટે આઠે કર્મો દૂર થતાં મુક્તિના પદના શાશ્વતા સુખ જરૂર પામી શકાય છે. જેમ ઔષધ કડવું લાગ્યા છતાં પણ રોગ નિવારણ માટે મને કમને પીવું જ જોઈએ તેમ દુ:ખ ભેગવવા રૂપ ભાવ રેમને ઉતારવા માટે (નષ્ટ કરવા માટે) બીન સમજણથી ધાર્મિક અનુષ્ઠાને કદાચ કડવાં લાગે તે પણ સાવધાન બનીને ધમ ક્રિયા કરવાને અભ્યાસ જરૂર પડે જોઈએ, એમ અભ્યાસે