Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક ]
૪૧૭ બનાવ્યાં માટે હે વિધાતા! મારાં અંગ બનાવવામાં અને સૃષ્ટિ બનાવવામાં તે દયા વગરને અને વિચારશૂન્ય લાગે છે. એ પ્રમાણે કઈ વૈરાગી જીવ વિધાતાને ઠપકે આપે છે. આ પ્રમાણે બીજા મતવાળા આ કને અર્થ કરે છે, પણ જેની દષ્ટિએ વિધાતા શબ્દને કર્મ અર્થ કરીને - કની બીના ઘટાવવી. સૃષ્ટિ અનાદિ કાલની છે. તેને કર્તા કોઈ છે જ નહિ. તેમાં રહેલા ઓની વિચિત્રતા કર્મના ઉદયથી થાય છે, એમ જૈન દર્શન માને છે.
આ શ્લોકનો સાર એ છે કે સંસારમાં વિષયાભિલાષી છ બે પગને ઉપગ કેવળ ધન અને સ્ત્રી વિગેરે વિષથના સાધને મેળવવાને ઠામ ઠામ ભટકવા માટે જ કરે છે, અને મુખથી દીનતા ધારણ કરી યાચના કરે (ભીખ માગે) છે, અને પિતાને સ્વાર્થ સાધવાને માટે આંખેથી માલિકનાં મોઢાં તરફ ટીન વૃત્તિએ જોયા કરે છે, કાનથી શૃંગારી બાયનો સાંભળ્યા કરે છે, જીભનો ઉપયોગ મીઠા આહાર ખાવામાં કરે છે, આ રીતે શરીરને પણ ઉપયોગ વિષયવિલાસ વિગેરે પાપ કરવામાં કરે છે એ બધું મેહ અને અજ્ઞાનને લઈને જ થાય છે પરંતુ એ જ અંગોને ઉપગ જે નિર્મલ જ્ઞાન દર્શન ચારિત્રનાં અનુષ્ઠાન (ક્રિયા) કરવામાં તેમ જ ઈન્દ્રિય દમન દાન, તપ, કરવામાં કરે તો ભવ્ય છ આત્માનું પરમ કલ્યાણ જરૂર કરી શકે, એટલે પરમાનંદ પદને (મેક્ષને) જરૂર પામી શકે આવી વિચારણા કરીને મળેલા દુર્લભ માનવ દેહને ઉપગ સાંસારિક વિલાસમાં ન કરતાં જ્ઞાન દર્શન ને ચારિત્રની આરાધના કર
૨૬