Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૪૩૬
| શ્રી વિજયપધ્ધસૂરિકૃતસંસાર જંગલ તેહવું તેમાં રહેલે જન કયે?, હાય સુખિયો કેઈ ના તેથી કહ્યો તે દુઃખભ. ર૮૭
અક્ષરાથ–આ સંસાર રૂપી જંગલમાં સ્કુરાયમાન (વધતા) લેભ રૂપી વિકરાળ મુખવાળે, અહંકાર રૂપી ગરવ (સિંહનાદ) કરનારે, કામ અને ક્રોધ રૂપી બે ચપળ આંખેવાળે, અને માયા રૂપી નખના સમૂહવાળે (પંજાવાળો) એવો મેહ નામને કેસરીસિંહ નિરન્તર મરજી મુજબ વારંવાર ભમ્યા કરે છે, એવા સંસાર રૂપી મોટા જંગલમાં રહેતે ક પ્રાણુ સુખી હોય? (એટલે કઈ પણ સુખી હોય જ નહિ.) ૯૦
સ્પષ્ટાર્થ—આ લેકમાં કવિએ મોહને સિંહની ઉપમા આપી છે, અને સંસારને અટવની ઉપમા આપી છે તે બરાબર છે. કારણ કે જંગલમાં જેમ મુસાફરોને દુઃખ આપનાર વિકટ ઝાડી ખાડા ટેકરા કાંટા પથરા વિગેરે હોય છે તેમ સંસારમાં પણ રાગ દ્વેષ વિગેરે મેહના કરે જીવ રૂપી મુસાફરને અતિશય કનડગત કરે છે. તથા જંગલમાં જેમ સિંહ વાઘ વરૂ વિગેરે ક્રૂર અને હિંસક પ્રાણીઓ હોય છે તેમ સંસારમાં પણ કામદેવ વિગેરે (સ્વરૂપ હિંસક જી) હેાય છે. અને સિંહ જેમ અતિશય કૂર છે અને જંગલનાં અનેક પ્રાણીઓને મારી નાંખે છે, તેમ મેહ પણ અતિશય કુર છે, તેથી મનુષ્ય રૂપી હરણોને મારી નાખે છે, એટલે આત્માનું જ્ઞાન દર્શન ચારિત્ર વિગેરે સદ્ગણો રૂપ આત્મ સ્વરૂપને નાશ કરે છે. વળી એ સિંહને હંમેશા