Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
a raspuns
leiad mae Gaeller
સ્વાર્થ સહિત વૈરાગ્યશતક ]
૪૩૭ પહોળા કરેલા અને વિકરાળ-ભયંકર લાભ રૂપી મુખવાળે કહ્યો છે તેનું કારણ એ છે કે લેભને થોભ (અટકવું) નથી, તેથી જેમ સિંહનું મુખ ફાડેલું હોવાથી વિશાળ કહે, વાય છે, તેમ લભ પણ વિશાળ છે. અને સંસાર અટવીમાં ભ્રમણ કરતાં મૃગલીને જેમ એનું ફાડેલું મોટું ભયંકર ત્રાસ ઉપજાવે છે તેમ સંસારી જીને લાભ પણ ભયંકર ત્રાસ ઉપજાવે છે. એટલે સંસારી જી મોહ રૂપી સિંહના લાભ રૂપી મેંઢામાં ઝડપાઈ જાય છે. આમ કહેવાનું તાત્પર્ય એ છે કે સંસારી જીવ અપાર લેભને વશ થઈને આત્મ સ્વરૂપને નાશ કરે છે. તથા એ મેહ રૂપી સિંહને અહંકાર એ જ ગરવ અથવા સિંહનાદ છે. જેમ સિંહ અભિમાનમાં આવી ગરવ કરે છે, તેમ મેહમાં ફસાયેલા પણ અહંકાર-અભિમાનમાં આવી હું મોટો અને જગતમાં ડાહ્યો હું જ છું, મને કહેનાર કેશુ? સામે માણસ શું જાણે છે? આ ગજારવ કરે છે. તથા મોહ રૂપી સિંહને કામ અને ક્રોધ એ બે ચપળ નેત્ર (આંખ) છે, તેથી જ મેહમાં ફસાયેલા છની દષ્ટિ કામવૃત્તિ (વાસના) વાળી અને કોધથી ભરેલી હોય છે, અને તેથી તેઓ બહુ ચંચળ વૃત્તિવાળા (અસ્થિર મનવાળા) હોય છે. તથા મેહ રૂપી સિંહને માયા રૂપી વાંકા નખના સમુદાયવાળો પંજે હોય છે, કારણ કે માયા શબ્દનો કુટિલતા અથવા વકતા અર્થ થાય છે, અને સિંહને પજે જેમ જીવના શરીરને વલૂરી (ઉઝરડી) નાખે છે તેમ કુટિલ વૃત્તિ રૂપ માયા પણ એ માયાવી જીવના સ્વરૂપને ઉઝરડી નાખે છે, એ પ્રમાણે સંસાર