Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૪૨૯
સ્પદાર્થ સહિત વૈરાગ્યશતક ] પડયા હેય, અને જે સંસારની અસારતા જાણે સંસારમાં રાચી માચીને ન રહેતા હોય, કે ગાળ દે તે પણ છતી શક્તિએ ક્ષમા કરનારે હોય, સમદષ્ટિવાળે હેય, શાન્ત રસ (સમતા) વાળો હોય, અને તેથી બીજા છ પણ એને દેખીને કે એના સહવાસથી વૈરાગ્ય ભાવ પામતા હોય, મધ્યસ્થ લોકોમાં ઉત્તમ જન તરીકે પ્રસિદ્ધ હોય, એવા વૈરાગ્યવંત જીવને જ દાનાદિક ધર્મ લોકમાં વખણાય છે. અને એના પિતાના આત્માને હિતકારી થાય છે. કારણ કે દાન આપવાને મુખ્ય ઉદ્દેશ પરિગ્રહ પરની મમતા ઓછી કરવાને છે, શીલ ધર્મનો મુખ્ય ઉદ્દેશ વિષયવાસનાની વૃત્તિઓ ઓછી કરવાનું છે, અને તપશ્ચર્યાનો ઉદ્દેશ આહારની લેલુ પતા ઘટાડવાનો છે. ધન-વિષય સાધનાદિની મમતાઓ ઘટાડવી એ જ વૈરાગ્ય છે, એવા વૈરાગ્ય વિનાને જીવ દાન શીલ તપ આદિ કોઈ પણ ધર્મ ક્રિયાઓ કરે તે ઉકરડામાં ધૂપ પ્રગટાવવા જેવી અસાર ક્રિયાઓ છે. અથવા જીર્ણ ઘરમાં રંગ રોગાન જેમ શોભતો નથી, અથવા દુરાચારી સાધુઓને શાસ્ત્રોપદેશ જેમ શોભતે નથી, અથવા ગણિકાનાં ઘરેણાં જેમ તાવિક ઘરેણું નથી તેમ વૈરાગ્ય શૂન્ય. અને વિલાસી જીથી કરાતી દાન વિગેરે ધર્મની સાધના પણ શોભતી નથી. આ લેકનું રહસ્ય એ છે કે જ્યારે ભવ્ય જીવ જે જે દાનાદિક ધર્મ ક્રિયા કરે, ત્યારે તે તે ધર્મ ક્રિયાને અનુસરતા દેવ ગુરૂ ધર્મ પ્રત્યેને હૃદય રાગ પણ જોઈએ. તેમજ ક્રોધાદિ કષાની એાછાશ પણ જોઈએ, પરન્તુ હદય રાગ વિનાની અને વૈરાગ્ય વિનાની એ ધર્મ