Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૪૧૮
[ શ્રી વિજયપધસૂરિકૃતવામાં કરે જોઈએ. અને ભવ્ય જીવોએ યાદ રાખવું જોઈએ કે આ લેકમાં કવિએ જૈન દર્શનને માનનાર એક ભવ્ય જીવ કર્મ રાજાને કે ઠપકે આપે છે તે બીના મુખ્ય પણે જણાવી છે. પણ વિધાતા શબ્દનો અર્થ બ્રહ્મા કરીને બીજાઓ શો અર્થ કરે છે તે પહેલાં જણાવી દીધું. જૈન દર્શનની અચલ માન્યતા એ છે કે, તમામ સારા બનાવો પુણ્યના ઉદયથી બને છે, અને ખરાબ બનાવે પાપના ઉદયથી બને છે. પુણ્યાઈને વધારે કરવા માટે શ્રી જિનધર્મની આરાધના પરમ ઉલ્લાસથી કરવી જ જોઈએ, તેવા ધમી છે પિતાના સુખ વિગેરેને ધર્મ કાર્યમાં જોડીને જરૂર સફલ કરી શકે છે. આ બીનાને યાદ રાખીને ભવ્ય જીવોએ સારા નિમિત્તેની સેવા કરીને મેક્ષના સુખ મેળવવા. એ આ લેકનું રહસ્ય છે. ૮૫
અવતરણું–હવે કવિ આ લેકમાં ધનના વિનાશની ચિંતા રાખીને અજ્ઞાની છે ધનના રક્ષણ (બચાવવા) માં બહુ સાવચેત રહે છે, પરંતુ આયુષ્યને નાશ થતા જાય છે તેની ચિંતા લગાર પણ કરતું નથી તે વાત જણાવે છે–
रक्षाकृते धनलवस्य विमूढचेता।
लोभाज्जनः किमपि संतनुते प्रयत्नम् ॥ ૧૩ ૧૦ ૧૧ ૧૨ ૧૪ ૧૫ तल्लक्षकोटिभिरलभ्यमपीदमायुः।
૧૬ ૧૭ ૨૨ ૧૮ ૧૯ ૨૦ ૨૧ कालो निकुंतति न तन्ननु शंकतेऽपि ॥ ८६ ॥