Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૩૭૦
[ શ્રી વિજ્યપદ્યસૂરિકૃતજને છે) તથા ભેંયતળીયું એ પથારી છે, દિશાએ એ વસ્ત્ર છે, અને જ્ઞાન રૂપી અમૃતનું ભજન છે, એ પ્રમાણે જે યોગીની પાસે કુટુંબી જને કાયમ રહે છે, તે હે મિત્ર! તું કહે કે એવા મુમુક્ષુ ભેગીઓને ભય કે શોક કયાંથી હોય? એટલે એવા યોગી મહાત્માઓને લગાર પણ ભય કે શેક હેતું જ નથી. આ ક્ષેકનું રહસ્ય એ છે કે, સંસારમાં સર્વે પદાર્થોને સંયોગ અસ્થિર છે. જ્યારે ઈષ્ટ પદાર્થ ચા જાય, કે અચાનક અનિષ્ટ વરાદિની વેદના ભોગવવી પડે, તે વખતે અજ્ઞાની છે એમ વિચારે છે કે “હવે મને ઈષ્ટ પદાર્થ મલ જ જોઈએ, કેમ મળતો નથી? પણ પુણ્યા વિના મલી શકે જ નહિ. જ્યાં સુધી તે (પુણ્યા) હતી ત્યાં સુધી ઈષ્ટ પદાર્થ પિતાની પાસે હયાતિ ધરાવતું હતું. તે ખાલી થઈ એટલે તે ચાલ્યો જાય એમાં નવાઈ શી? તે અશાતા વેદનીય કર્મના ઉદયે તને તાવ આવ્યું છે, ભેગાંતરાય કર્મના ઉદયથી તારી લક્ષમી ચાલી ગઈ તે તારાં બાંધેલા કર્મના જ બનાવે છે. કર્મને બાંધતી વખતે કાળજી રાખી હતી તે આ દુઃખમય સ્થિતિ આવત જ નહિ. છતાં આવી તે સમતા ભાવે કર્મ કુલ ભેગવવા. શેક કે હાય કરવાથી તે શેક મેહનીય વિગેરે બીજાં નવા ચીકણાં કર્મો બંધાય છે. જુનાં કર્મોને પાર આવતું નથી, ત્યાં તે હે જીવ! શેક ચિંતા કરીને પાછા વધારે પ્રમાણમાં નવાં કર્મો બાંધે છે, તે આ રીતે તારે જ્યારે આરે આવશે? કઈ રીતે તે સંસાર સમુદ્રને તરી શકીશ? પિતાના ઘણાં પુત્ર મરી ગયા, ત્યારે સગર