Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
-
૩૦૮
[ શ્રી વિજયપધસૂરિકૃતસવાર થતાં રાણુને જૈન મુનિનું સ્વરૂપ દેખાડવા માટે રાજા રાણીને તથા નગરજનેને સાથે લઈને તે કામદેવના ચૈત્ય પાસે આવ્યો. સેવકે તાળું ઉઘાડયું તે અંદરથી
અલખ નિરંજન જગન્નાથને નમસ્કાર ” એ શબ્દને મેઢેથી બેલતે, આખા શરીરે નગ્ન અને જેણે શરીર પર રખ્યા ચળેલ છે એ તે અવધૂત (બ) બહાર આવ્યો. તેને જેઈને સર્વ લેક ચમત્કાર પામ્યા. રાણીએ રાજાને કહ્યું કે તમે મને જૈન મુનિનું સ્વરૂપ દેખાડવા અહીં લાવ્યા અને આ તે કઈ બીજે જ નીકળે, તમારું કહેવું અસત્ય ઠર્યું. કારણ કે આ તે જૈન સાધુને બદલે કોઈક બા નીકળે.
- ત્યાર પછી રાજાએ સેવકને પૂછયું કે જેન સાધુને બદલે ભેગી ક્યાંથી નીકળે? તે મારા કહેવાથી ઉલટું કેમ કર્યું ? ત્યારે સેવકે કહ્યું કે મેં તે તમારા કહ્યા પ્રમાણે જ કર્યું હતું. પરંતુ ત્યાર પછી શું થયું તેની મને ખબર નથી. ત્યાર પછી રાજાએ વેશ્યાને રાત્રીનું વૃત્તાંત પૂછયું, ત્યારે તેણે કહ્યું કે મેં તે તેને ચલિત કરવાને અનેક જાતના હાવભાવ વિગેરે બહુજ પ્રયત્ન કર્યો પરંતુ તે તે નિશ્ચલ રહ્યા અને મારા સામી આંખ પણ ઉંચી કરી નથી, અને મારી કઈ યુક્તિ કામ આવી નહિ. માટે ત્રણ જગતમાં એમના જે કે મહા શક્તિશાળી પ્રખર બ્રહ્મ ચારી બીજે મુનિ નથી, એમ હું ખાત્રી પૂર્વક કહું છું. આ પ્રમાણેની હકીક્ત જાણીને રાજા રાણીનું વચન માનીને પણ પ્રતિબંધ પામ્યો. તેણે પોતે જેન ધર્મ અંગીકાર કર્યો