Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૪૦.
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
રૂપ ર:ત્રિના ) મસ્ત (વિનાશ ) થઈ સમ્યગ્ જ્ઞાન રૂપી પ્રભા પ્રગટ થયું છે. અથવા ઢાષાકરના એટલે અવિવેક વિગેરે ઘણા દોષ સમૂહુના પણ નાશ થયા છે ( અહિં ઢોલાજ શબ્દના હોવા-રાત્રિને, જ=કરનાર તે ચન્દ્ર, અને રોપ દોષના બા=સમૂહ તે અવિવેક આદિ દોષોના સમૂહ એવા બે અર્થ થાય છે) એ પ્રમાણે વિવેક રૂપી સૂર્ય મારા હૃદયમાં ઉગવાથી અજ્ઞાનતા રૂપ રાત્રિને કરનાર અથવા દોષને સમૂહ નાશ પામ્યું છે-અસ્ત પામ્યા છે, માટે હુ કામદેવ ! હવે હારી એ બધી વારંવાર કરાતી ચાલાકીને છેડી દે, હુવે તને મારા પરાજયથી ( મને હરાવવાથી ) થતા લેશ પણ આનંદ થવાના જ નથી. કારણ કે હવે તું મને જીતી શકવાના જ નથી.
આ શ્લાકનું રહસ્ય એ છે કે, જેમ સૂર્યના તેજથી ચંદ્રના તેજને નાશ થાય છે, તેવી રીતે ભવ્ય જીવેાના હૃદયમાં જયારે વિવેક ગુણ પ્રકટ થાય છે ત્યારે આત્માના અનાદિ કાળના દુર્ગુણા ખસવા માંડે છે અને તે સાથે કામદેવ (વિષય વાસનાનું, લોગ તૃષ્ણાનું) જોર પણ ઘટી જાય છે, અને આત્માના સ્વાભાવિક સદ્ગુણા પ્રગટ થાય છે, અને તદ્દન ચેખ્ખા ચળકતા જ્ઞાન દર્શન ચારિત્ર વિગેરેની એકઠી આરાધના કરવા રૂપ મોક્ષ માર્ગની અપૂર્વ આરાધના થાય , અને છેવટે તેવા આસન્ત સિદ્ધિક ભવ્ય જીવેા વિવેક રૂપી સૂર્યોદયના પ્રતાપે જ પરમાત્મપદ (મેાક્ષ) પણ પામે છે, જેમ જેમ મિથ્યાત્વનુ જોર ઘટતું જાય, તેમ તેમ વિવેક