Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
*
૪૦૧
સ્વાર્થ સહિત વૈરાગ્યશતક] વિશ્વાસઘાતક તું ખરેખર ઈમ હવેથી જાણત, શા થાત મારા હાલ જે ઉપદેશ ગુરૂનો ના થતું. ર૭ર
અક્ષરાર્થ–હે નિભંગી મેહ! લ્હારા આ વિસ્તાર પામતા પરાક્રમને ધિક્કાર થાવ. કારણ કે તે વિશ્વાસુ એવા મને બાંધીને આ ભવ સમુદ્રમાં નાખે. પણ હવે તે હું શ્રી ગુરૂ મહારાજના ઉપદેશ રૂપી પાટીયું પામે છું તેથી ભવ સમુદ્રને પાર પામે છું, માટે હે મહ! હવે જે હારૂં ભુજા બળ હાય (તારી તાકાત હોય) તે મને બતાવ (એટલે હવે મને સંસારમાં નાખે ત્યારે તું ખર.) ૮૨
પછાર્થ–જે રાજા જ્યારે પ્રજાને અમુક અમુક આજ્ઞાએ ફરમાવે, કાયદાઓ ઘડે અને તે કાયદાઓને અમલ કરવાનું (પાલવાનું) કહે, ત્યારે પ્રજા તેમાં આપણું હિત હશે એમ જાણું તે આજ્ઞા પ્રમાણે ચાલે અને કાયદાઓનું પરિપાલન કરે, અને એ જ પ્રજાને તે રાજા કપટ જાળમાં ફસાવીને ખોટી રીતે આજ્ઞાના પાલન કરવાની બાબતમાં ગુન્હેગાર ઠરાવી શિક્ષા કરે તે એ જેમ માટે વિશ્વાસઘાત ગણાય છે, તેમ મેહ રાજા પણ એ મોટામાં મોટે વિશ્વાસઘાતી છે કારણ કે પિતાના તાબામાં રહેલા વિશ્વાસુ-અજ્ઞાની-મૂઢ કોને મેહ રાજા મિથ્યાત્વ કષાય વેદ વિગેરે દુર્ગુણોને ધારણ કરવાનું ફરમાવે છે, અને તે ફરમાન પ્રમાણે વર્તતા લેકને એટલે મોહ રાજાની આજ્ઞામાં રહી મિથ્યાત્વ સેવતા, ફોધાદિ કષાયોને સેવતા,
२६