Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક ]
323
(ચાર ગતિમાં ભટકવાના) સાધનાને કેદખાનાની જેવા માને છે. રાજકુવરને ધવરાવતી ધાવ માતાની માક અતવૃત્તિથી ન્યારા રહીને કુટુંબનું પાષણ કરે છે. કહ્યું છે કે— દુહા—સમકીતવતા જીવડા, કરે કુટુંબ પ્રતિપાલ,
અતર્ગત ન્યારા રહે, જિમ ધાવ ખેલાવત ખાઉં. ૧
મિથ્યાદષ્ટિ જીવાની પ્રવૃત્તિમાં અને સમ્યગ્દષ્ટિ જીવાની પ્રવૃત્તિમાં લાખ ગુણા તફાવત હાય છે. માટે જ ચાસઢ ઈંદ્ર વિગેરે ભવ્ય જીવેા પ્રભુ દેવના કલ્યાણકાઢિ મહેાન્સવેામાં પૂર્ણ ઉલ્લાસથી ભાગ લે છે. અહીં પ્રસંગે યાદ રાખવા જેવી ખીના એ છે કે દેવલેાકમાં ઈંદ્ર સિવાયના વેામાં કેટલાએક દેવા ભવ્ય અને સમ્યગ્દષ્ટિ વ્હાય છે. અને કેટલાએક, સંગમ દેવ વિગેરેની માફ્ક અસભ્ય મિથ્યાદષ્ટિ હોય છે. તમામ ઇદ્રો નિશ્ચયે કરીને ભવ્ય જ હાય અને સમ્યદૃષ્ટિ જ હાય. કારણ કે અભવ્ય જીવા અને મિથ્યાદષ્ટિ જીવા ઈંદ્રપણે ઉપજે જ નહિ.
પ્રશ્ન--અભવ્ય જીવા ઈંદ્રપણું!ની માફક બીજા કયા કયા વાનાં પામી શકે નહિ ?
ઉત્તર--૧. ઈંદ્ર પણ, ૨. અનુત્તર વિમાનવાસી દેવ પણ, ૩. શલાકા પુરૂષપણું, ૪. નારદપણું, ૫. કેવલી ભગવતના અને ગણુધર ભગવંતના હાથે દીક્ષા, ૬. શ્રી તીર્થંકર પ્રભુ છ અતિશયવાળું વાર્ષિક દાન આપે છે. તે દાનની વસ્તુ. પ્રસ ંગે છ અતિશય આ પ્રમાણે જાણવા. ૧.