Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્પાર્થ સહિત વૈરાગ્યશતક]
૧૬૩ અવશ્ય આવવાનું છે. તે એ અલ્પ કાળ પૂરતા એક જ ભવમાં ક્ષણિક-તુચ્છ આનંદ આપનારા પદાર્થોની પાછળ જીવન વ્યતીત કરવાથી શું લાભ છે? અને ઉલટો ગેરલાભ તે સાક્ષાત્ જણાય છે કે એ પદાર્થો મેળવવા પાછળ મેંઘામાં મોંઘી માનવ જીંદગી બરબાદ કરવી પડે છે, તે પણ એ પદાર્થો ક્ષણ વિનાશી હોવાથી આખા ભવ સુધી ટકતા નથી. વચમાં જ સ્ત્રી મરણ પામી જાય છે, અથવા તે પુત્રાદિ પરિવાર પરેક પહોંચી જાય છે. અથવા તો લક્ષ્મી પણ વિજળી સરખી ચપળ હોવાથી આવીને ચાલી જાય છે, અથવા લુંટાઈ જાય છે. કદાચ એ આનંદી પદાર્થો વિશેષ વખત રહે તે તેટલામાં એનો ઉપભોગ કરનારા જીવે જ તે પદાર્થોને ત્યાગ કરીને પરલોકમાં પહોંચી જાય છે. ઘરબાર નવું બંધાવ્યું તે અહિં પડયું રહે છે. સ્ત્રી છોકરાં પરિવાર સ્મશાન સુધી જ સાથે આવે છે ને બધું એ છેડીને જીવને એકલા જવું પડે છે. અને પાપનાં પોટલાં બાંધ્યાં તે તો પરભવમાં ભેગવવાં જ પડે છે. આ પ્રમાણે ભેગવનાર અસ્થિર ને ભેગવવા લાયક પદાર્થો પણ અસ્થિર છે. તેથી પદાર્થોને કે પિતાને વિયેગ થતાં મરણ વખતે તે આનંદી પદાર્થો જોઈને પણ આનંદ થવાને બદલે પારાવાર શેક થાય છે ને પરિણામે મેહને લઈને તે મૂઢ જીને દુર્ગતિમાં જવું પડે છે, એમ સમજીને જ મહા યોગીઓ એ ક્ષણક-પરાધીન આનંદને દેનારા પદાર્થોને છોડી દે છે, એટલે એ પદાર્થો ભલે સંસારી જીને આનંદ આપનારા છે, પરંતુ મુનિ વિગેરે મહા પુરૂષો વિચારે છે કે મરણને