Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૨૫૨
[ શ્રી વિજયપધસૂરિકૃતપર્વતના તટમાં દડી જાય છે, અથવા અજ્ઞાન રૂપી પર્વતની ઉપર ચઢી જાય છે, વળી કઈ વાર તે કામદેવ રૂપી કીચડવાળા ખાડામાં પડી જાય છે, કેઈ વાર માયા રૂપી લતાએ (વેલડીઓ) ની ગાઢ ઝાડીમાં ભરાઈ જાય છે, કેઈ વાર નિંદા રૂપી નદીની ખીણમાં દેડી જાય છે, એ પ્રમાણે છે મિત્ર ! મારું મન આ સંસાર રૂપી ભયાનક અટવીમાં તું જે તે ખરે કે તે કેટલી ઉતાવળથી દોડાદેડ કરે છે, ખરેખર આ ઘણા ખેદની વાત છે. ૫૧
સ્પષ્ટાર્થ––આ માં મનને હરિણની ઉપમા આપી છે, મેહને વાઘની ઉપમા, અજ્ઞાનને પર્વતના ટેકરાની ઉપમા, કામદેવને ખાડાની ઉપમા, માયાને લતા કુંજની ઉપમા (ઝાડીની ઉપમા), અને નિંદાને નદીની ખીણની ઉપમા આપી છે, અને એ બધી વસ્તુઓવાળા સંસારને ઘોર અટવીની ઉપમા આપી છે. તેથી અટવીમાં રહેતું હરિણ જેમ વાઘથી ભય પામીને અટવીમાં રહેલા પર્વતના ટેકરા ઉપર ચડી જાય છે તેમ આ સંસારમાં મન રૂપી હરિણ મેહ રૂપી વાઘથી બહીને કોઈ વાર અજ્ઞાન રૂપી પર્વતના ટેકરા ઉપર ચડી જાય છે, તે કઈ વાર દેતું દેતું કામવિકારેને વશ થઈ કામવાસના (ભાગ તૃષ્ણ) રૂપ ખાડામાં ગબડી પડે છે, ને એ ખાડામાં મેલા વિલાસ રૂપી કાદવમાં ખેંચી જાય છે. વળી એ મન રૂપ હરિણ દડતું દેહતું કેઈ વાર માયા રૂપી ઝાડીમાં ભરાઈ જાય છે, અને કઈ વાર દોડતાં દેડતાં પારકી નિંદા રૂપી નદીની ખીણમાં