Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્પા સહિત વૈરાગ્યશતક ]
૩૧૧
પરમાત્માને નાશ પામ્યું છે, તેથી ભ્રમનેા અભાવ છે. તથા સંસારી જીવને માહનીય કર્મના ઉદય હાવાથી એક ખીજાની સાથે પ્રેમ અને દ્વેષને પ્રસંગ પ્રાપ્ત થાય છે. સિદ્ધ પરમાત્માને માહનીય કર્મના ક્ષય થયા છે માટે તેમને કાઇના તરફ્ પ્રેમ કે દ્વેષ હાતા નથી. તથા યશ: નામ કર્મના ઉદયથી સંસારી જીવા યશ:કીર્તિ વાળા એટલે લેાકમાં ખ્યાતિવાળા થાય છે, અયશ નામકર્મના ઉદયથી અપયશવાળા પણ થાય છે, પરન્તુ સિદ્ધ પરમાત્માને નામ કર્મના ક્ષય થયા છે તેથી સિદ્ધ લેાકમાં તેમની પ્રખ્યાતિ કે અપજશ ન જ કહેવાય. જો કે ત્રણે ભુવનના વા સિદ્ધ પરમાત્માના ગુણગાન કરે છે, તીર્થંકરની અને સિદ્ધની પૂજા ભક્તિ કરે છે, પરન્તુ તેમાં તીર્થંકરના કે સિદ્ધના યશનામ કર્મના ઉદય કારણ તરીકે છે જ નહિ, પરન્તુ લેાકના એ પ્રકારના ભક્તિ ભાવ જ છે, જે ભક્તિ ભાવથી ભવ્ય જીવે પણ તેવું પદ્મ મેળવી શકે માટે તે આલખન રૂપ છે. પણ સિદ્ધના યશ નથી. તેમજ સિદ્ધ લેાકમાં પણ એક બીજાના યશ કે પ્રખ્યાતિ જેવું કંઇ નથી, કારણ કે એક વિક્ષિત સિદ્ધ પરમાત્મા જેમ પુદ્ગલના અણુને દ્રવ્ય ગુણુ પર્યાયથી સર્વ પ્રકારે જાણે છે તેમ બીજા સિદ્ધને પણ દ્રવ્ય ગુણ પાયાદિકથી સર્વ પ્રકારે જાણે છે, અને એ રીતે સિદ્ધ પરમાત્માએ એક બીજાનું સંપૂર્ણ સ્વરૂપ જાણુતા હાય તા તેથી કંઇ સિદ્ધની પ્રખ્યાતિ છે એમ ન કહેવાય, જો એ જાણવું જથથી કે ખ્યાતિથી હાય તા પુદ્દગલ પરમાનુ જ્ઞાન પણ પરમાણુની પ્રખ્યાતિથી જ ગણાય, પરંતુ તેમ તેા છે જ નહિ, માટે જેમ પરમાણુને જાણે છે તેમ