Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્પદાર્થ સહિત વૈરાગ્યશતક ] ભાગ્ય અનુકૂલ જ્યાં સુધી કાર્યો બને છે ત્યાં સુધી, સૂર્ય કિરણ ઘે પ્રકાશ કુબેર ધનપતિ ત્યાં સુધી; શશિ મુખી ઘરનાર પણ સારી જ લાગે ત્યાં સુધી, પૃથવી ગમે પર વેણ સારા લાગતા પણ ત્યાં સુધી. ૨૪ સદ્ધર્મમાં સત્કર્મમાં ઉદ્યમ કરીએ ત્યાં સુધી; મિત્ર કરનારા મદદ શુભ મેળવાએ ત્યાં સુધી; ભાગ્ય હવે પાંસરું તે સર્વ હવે પાંસરું, ભાગ્ય પલ્ટાતાજ સીધું કાર્ય હવે આકરૂં ૨૪૧
અક્ષરાર્થ-જ્યાં સુધી શક્તિશાળી ભાગ્યની અનુકૂળતા સારી રીતે (પુણ્યદયવાળી) અત્યન્ત ચળકતી હોય છે ત્યાં સુધી જ સૂર્યનાં કિરણે (જગતના પદાર્થોની ઉપર) પ્રકાશ કરનારાં હોય છે, અને ત્યાં સુધી કૂબેર પણ ધનવાન ગણાય. છે, ત્યાં સુધી જ પૂર્ણચંદ્રના જેવા મુખવાળી સ્ત્રી હાલી, લાગે છે, ત્યાં સુધી જ પૃથ્વી વહાલી લાગે છે, તથા ત્યાં સુધી જ વાણું મધુરતાવાળી મનહર લાગે છે, ત્યાં સુધી જ શુભ ધર્મની સાધના કરવામાં સારે ઉદ્યમ થઈ શકે છે, [અથવા સુંદર ધર્મમાં ઉદ્યમ થાય છે], ત્યાં સુધી જ સત્કાર્યો કરવામાં સાવધાનપણું રહે છે, અને ત્યાં સુધી જ સારા મિત્ર અને સારા મદદમાર મલી શકે છે [અને દૈવ પ્રતિકૂળ હોય તે એ બધું અપ્રિય (અળખામણું) લાગે છે. 1 ૬૪
સ્પષ્ટાર્થ—જે પુરૂષે પૂર્વ ભવમાં દેવ ગુરૂ ધર્મની.