Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક ] -
(૩૩૩ સ્પષ્ટાર્થ–જે કે પત્થરને સ્વભાવ ગુરૂ પરિણામી હોવાથી આકાશમાં ક્ષણવાર પણ અદ્ધર ન રહી શક્તાં નીચે પૃથ્વી ઉપર જ પડી જાય, છતાં મંત્રાદિ પ્રયોગથી મોટી શિલાને કદાચ આકાશમાં ઘણું લાંબા વખત સુધી અદ્ધર પણ રાખી શકાય. તેમજ જૈવ અનુકૂળ હોય એટલે કઈ દેવાદિકની સહાય હાય કે ભાગ્ય ચળકતું હોય તે, જે સમુદ્ર ભુજાબળથી તરી શકાતું નથી તે પણ કદાચ તરી શકાય, તેમજ સૂર્યોદયના લગભગ વખતમાં સૂર્યને પ્રકાશ ફેલાતાં આકાશમાંના તારા હવારમાં દેખી શકાય નહિં, છતાં પણ કદાચ એવા કેઈ ગ્રહના ગે પ્રભાત કાળમાં, પણ તારાઓ સ્પષ્ટ દેખાય, એ પ્રમાણે દુનિયામાં ન બનવા લાયક બનાવ કઈ કઈ વખતે અમુક સમયમાં બને એમ માની શકાય, પરંતુ હિંસામાં કલ્યાણ છે એમ તે કઈ પણ રીતે માની શકાય જ નહિં. એટલે કવિ આ કમાં હિંસાથી કલ્યાણને અંશ માત્ર પણ છે એમ માનવાને
ખી ના પાડે છે. ૬૭
અવતરણ-હવે કવિ આ શ્લોકમાં સતી સ્ત્રીનું અને મુનિ મહાત્માનું વાસ્તવિક આભૂષણ શીલવ્રત છે તે બીના જણાવે છે–
निशानां च दिनानां च, यथा ज्योतिर्विभूषणम् ।
सतीनां च यतीनां च, तथा शीलमखंडितम् ॥ ६८ ॥
૮
૯
૧૦
૭ ૧૨
૧૧