Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્પાર્થ સહિત વૈરાગ્યશતક ]
૩૫૯
ગાઠ ભવની પ્રીતિવાળી અને નવમા ભવમાં પણ પેાતાની ઉપર જ અતિ પ્રેમવાળી રાજીમતીએ તારણથી રથ પાછે ફેરવતી વખતે ઘણી ઘણી પ્રેમ ભરી વિનંતિ કરી છતાં શ્રી નેમિનાથ ભગવતે તેનાં વચના જરા પણ ગણુકાર્યો નહિ, અને તેને ત્યાગ કરીને ચારિત્રમાં લયલીન થયા.
તેમજ રાણીની ઘણી પ્રેમ ભરી વિનતિ છતાં એક શીલની જ ખાતર સુદર્શન શેઠે તેની દરકાર ન કરી અને પાતે નપુંસક છે એમ જણાવ્યું, પરંતુ પાછળથી નપુંસક નથી એમ રાણીને ખખર પડતાં ફરીથી પેાતાના મહેલમાં ખેાલાવી તેણીએ ક્રોધમાં આવીને ઘણા ઉપસર્ગો કર્યો છતાં પણુ સુદર્શન શેઠ શીલધર્મમાં અડગ રહ્યા, અને રાજાને આ વાતની ખબર પડતાં સુદર્શન શેઠને શૂળીએ ચઢાવ્યા, છતાં શીલના પ્રભાવે શૂળી તે સિંહાસન રૂપે થઈ ગઈ.
તથા એકને અંધારા પખવાડીમાં શીલ પાલવાની ને એકને અજવાળીઆ પખવાડીઆમાં શીલ પાલવાની પ્રતિજ્ઞા હતી. એક બીજાના અજાણપણુમાં તે મનેના લગ્ન થયા છતાં ચાવવ સુધી એક શયનમાં સૂવા છતાં પણ અખ`ડ શીલવ્રતને પાલનારા વિજય શેઠ ને વિજ્રયા શેઠાણીને હું હુંંમેશાં હાથ જોડીને વારંવાર પરમ ઉલ્લાસથી વંદન કરૂં છું.
એ પ્રમાણે સ્ત્રીને વશ નહિ થનારા મહા શીલવ્રત ધારક ભન્ય જીવા ભૂતકાળમાં ઘણાં થઈ ગયા છે, તેમનાં પવિત્ર જીવન યાદ કરીને પણુ જે સ્ત્રીનાં પ્રેમ ભરેલાં વચનાથી