Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક ]
૩૨૧ (૨) મનમાં સંસારથી વૈરાગ્ય ભાવ ધારણ કરે છે. (૩) વિધિ પૂર્વક પ્રભુદેવની પરમ ઉલ્લાસથી સાત્વિકી પૂજા કરે છે. (૪) ન્યાય માર્ગે ચાલીને સંતોષમય જીવન ગુજારે છે. (૫) કર્મ બંધના કારણેથી બચવાને માટે દિન પ્રતિ સાવચેત થઈને કર્મની નિર્જરા કરાવનારા સાધનને સેવે છે, તે જ પુણ્યાનુબંધી પુણ્યને જરૂર ઉપાર્જન કરે છે. આ બાબતમાં મંત્રી વસ્તુપાલની બીન જાણવા જેવી છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી—-એક વખત મંત્રી વસ્તુપાલ છ રી પાલતાં શ્રી સિદ્ધગિરિને વિશાલ સંઘ કાઢે છે. રસ્તામાં મંત્રીને કે માણસ ખબર આપે છે કે આવતી કાલના મુકામે ચેરને ભય છે. આથી રાત્રિના સમયે લક્ષ્મીને જમીનમાં દાટવા માટે બંને (વસ્તુપાલતેજપાલ) બંધુઓ એક ખેતરમાં જઈને ખાડો ખોદાવરાવે છે, ત્યાં બીજો લક્ષ્મીને ભરેલે ચરૂ નીકળે છે. કહેવત છે કે ભાગ્યશાલી જીવોને પગલે પગલે નિધાન હોય છે. હવે શું કરવું? એમ બંને ભાઈઓ વિચારતાં મહા બુદ્ધિશાલી અનુપમાદેવીની સલાહ પ્રમાણે તેમણે આબુગિરિ વિગેરે તીર્થસ્થલમાં તે લક્ષ્મી વાપરીને વિશાલ ભવ્ય શ્રી જિનમં. દિર બંધાવ્યાં. વિશેષ બીન ભાવના કલ્પલતામાંથી જાણવી. મહુવા રહીશ જગડુશાહે એકેક કરેડની કીંમતના ત્રણ રત્નો અનુક્રમે સિદ્ધાચલ ગિરનાર પ્રભાસ પાટણ તીર્થમાં વાપરીને પિતે તીર્થમાલ પહેરવાને અપૂર્વ લ્હાવો લીધે. એ પ્રમાણે તેણે પિતાની માતાને અને સ્ત્રીને પણ તીર્થ માલ પહેરવાને અપૂર્વ પ્રસંગ પ્રાપ્ત કરાવ્યા. પુણ્યાનુ બંધી
૨.
માવીભી વાભાવના કદમતના આ