Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્પા સહિત વૈરાગ્યશતક ]
૨૭૩
રામચંદ્રજીને માટે કહેવાય છે કે ગુરૂના વચનથી (પિતાના વચનથી ) રામચંદ્રે પેાતાની પેાતાની રાજ્ય પૃથ્વી છેાડી માર વરસ વનવાસ સેવ્યે અને વનમાંથી શ્રી રામચંદ્રજીની સ્ત્રી સીતાને લંકાના રાક્ષસ રાજા રાવણુ અપહરણ કરી લંકામાં લઈ ગયા ત્યારે રામચ'દ્રજીએ રાવણ સામે યુદ્ધ કરી સીતાને પાછી લાવવા માટે જ્યારે લંકા તરફ્ પ્રયાણ કર્યું, ત્યારે વચ્ચે આવતા સમુદ્રમાં પત્થરથી પાળ આંધી સમુદ્ર ઉતરી લંકામાં જઈ પેાતાની વીરતા દેખાડી રાવણુ રાક્ષસને હણીને તે રામચંદ્રજી સીતાને પાછી લાવ્યા. આ દૃષ્ટાન્તને અનુસારે કાઇ વૈરાગ્યવંત જીવ ભાવના ભાવે છે કે રામચંદ્રજીએ પિતાના વચનથી જેમ રાજ્ય પૃથ્વીને છેાડી વનવાસ સેવ્યે તેમ હું દુષ્ટ બુદ્ધિ રૂપ પૃથ્વીને ગુરૂના વચનામૃતથી છેડી યેાગી બની શીલ રૂપ પર્વતને સેવીશ. તથા. રામચન્દ્રજીએ જેમ સમુદ્ર માંધ્યા તેમ હું ક્રોધ રૂપી સમુદ્રને આંધીશ એટલે ક્રોધને વશ કરીશ. રામચંદ્રજીએ ક્ષણવારમાં લંકાના નાશ કર્યો તેમ હું માયા રૂપી લંકા નગરીના નાશ કરીશ. અને રામચંદ્રજીએ જેમ રાવણુ રાક્ષસને હણી વીરવ્રત (યુદ્ધમાં પરાક્રમ ) દેખાડયું તેમ હું પણ માહ રૂપ રાક્ષસને હણી આત્મીય ફારવીશ. તથા રામચંદ્રજી જેમ વીરતા ઢેખાડી સીતાને પાછી લાવ્યા તેમ હું પણુ સંયમમાં પરાક્રમ ફારવીને મુક્તિ રૂપ સ્ત્રીને મેળવીશ. આ શ્લાકનું રહસ્ય એ છે કે ચાર પ્રકારના ધર્મોમાં ભાવધર્મની મુખ્યતા છે. તેમાં અપેક્ષા એ છે કે જેવી ભાવનાથી દાનાદિની સાધના કરવામાં આવે, તે પ્રમાણે તેનું કુલ મળી શકે છે. જ્યાં સુધી મેાહનીય
૧૮