Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૨૮૨
[ શ્રી વિજયેપદ્રસૂરિતઆપે છે કે હે ભવ્ય જીવ! વક્ર ગતિવાળા અને બે જીભવાળા સર્ષના સંગ વડે જેમ ઉત્તમ એવું ચંદન વૃક્ષ પિતાને જન્મ ફેગટ ગુમાવે છે, એટલે ચંદનનું ઝાડ અતિશય સુગં. ધવાળું હોવાથી ગંધના રસીયા સર્પો એ વૃક્ષને વીંટાઈ વળે છે તેથી કેઈ એ ચંદનને ઉપયોગ કરી શક્યું નથી અને વનમાં ઉગી વનમાં વિનાશ પામી જાય છે. તેથી લેકના ઉપયોગ (વપરાશ) માં આવ્યા વિના એ ચંદન વૃક્ષ જેમ નકામું બની જાય છે તેમ સર્પ સરખા વાંકી ચાલવાળા અને બોલીને ફરી જનારા દુર્જનની સેબતથી હે ભવ્ય જીવ ! તે પણ ત્યારે જન્મ ફેગટ ગુમાવ્યું. કારણ કે તું પણ દુર્જનને સંગી હોવાથી લેક હારે વિશ્વાસ રાખતા નથી, તેમજ તું કઈ સત્કાર્યો કરી શકતું નથી તેથી ત્યારે જન્મ પણ નિષ્ફળ જાય છે. આ લોકમાં સાર એ છે કે સજન પુરૂષે કદી પણ દુર્જનની સેબત કરવી નહિ. ઉત્તમ પુરૂષની સબત કરવાથી કેવા લાભ અને દુર્જ. નની સોબત કરવાથી કેવું નુકશાન થાય છે તે બાબતમાં પ્રભાકર નામના બ્રાહ્મણની બીના જાણવા જેવી છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી–વીરપુર નામના નગરમાં દિવાકર નામને બ્રાહ્મણ રહેતા હતા. તે તેના ષટ્કર્મમાં તત્પર રહે. તેને પ્રભાકર નામે પુત્ર હતો. પરંતુ તે સાતે વ્યસનેમાં આસક્ત હતું, અને પિતાની મરજી મુજબ ભમ્યા કરતું હતું. એક દિવસ દિવાકરે પુત્રને પિતાની પાસે બોલાવી શિખામણ આપી કે હે પુત્ર! તું નીચ પુરૂષની સખત મૂકી દઈને સત્સંગ કર. અધમ પુરૂષની સખતથી સારૂં શીલ