Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
- ૨૮૭
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક ]. તની સાથે રહીને મરવું તે સારૂં પણ મૂખની સાથે રહીને રાજ્ય કરવું તે સારું નહિ. કારણ કે મૂખની સબત આ લકમાં અને પરલોકમાં વિનાશ કરનાર છે.
ચાલતાં ચાલતાં પ્રભાકર સુંદરપુર નામના નગરમાં આવ્યું. અહીં દેવરથ નામે રાજા હતો. તેને ગુણસુંદર નામને પુત્ર હતા. તે કુમાર કૃતજ્ઞ, ચતુર અને પ્રિયજનેની ઉપર પ્રીતિ રાખનારે અને વ્યસનથી તથા નીચ પુરૂષોની સોબતથી દૂર રહેનાર હતો. નગરની બહાર શસ્ત્રશાસ્ત્રને અભ્યાસ કરતા તે કુમારને પ્રભાકરે છે. એટલે તે કુમારની પાસે જઈને તેણે વિનય પૂર્વક પ્રણામ કર્યો. તે વખતે કુમારે પણ પ્રસન્ન દષ્ટિથી તેની સામું જોઈને તેને સત્કાર કર્યો. પ્રભાકરે કુમારની સ્નેહપૂર્વકની વાતચીત સાંભળીને તથા કુમારની મધુર આકૃતિ જોઈને અને જ્યાં મધુર આકૃતિ ત્યાં ગુણ હોય છે એવું વિચારીને કુમારની સેવાને સ્વીકાર કર્યો. કુમારે પણ તેને ગામમાં રહેવા માટે મકાન આપ્યું. ત્યાં રહીને તે પ્રભાકર સારા સ્વભાવવાળી અને વિનયાદિક ગુણવાળી કઈક બ્રાહ્મણની પુત્રીને પરણ્યો. તથા નગરમાં મુખ્ય ગણુતા અને પરોપકારમાં તત્પર વસંત નામના એક ગૃહસ્થની સાથે મિત્રતા કરી.
કેટલાક કાળ ગયા પછી તે નગરને હેમરથ રાજા મરણ પામ્યા ત્યારે તે ગુણસુંદર કુમાર રાજા થયા તે વખતે પ્રભાકર તેને મુખ્ય મંત્રી થયે.
એક વખતે કેઈક રાજાએ ગુણસુંદર રાજાને ઉત્તમ