Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્પષ્ટાથ સહિત વાગ્યશતક ] હને છેડીને ચાલ્યો જા, કારણ કે હાલમાં પુણ્યના પ્રભાવથી મારા હૃદયમાં જ્ઞાન રૂપી સૂર્યને પ્રકાશ પ્રગટ થયે છે, માટે જે તું દૂર નહિં જાય તે એ સૂર્યને ગરમ પ્રકાશ તને હિમની માફક ઓગાળી દેશે, પછી તું મૃત્યુ પામીશ તો હું તને શી રીતે જોઈ શકીશ? કારણ કે તું મહારે બાળ મિત્ર છે તેથી તને કહું છું કે તારી મેળે તું સમજી જઈને જલ્દી દૂર ભાગી જા
અહિં કહેવાનું તાત્પર્ય એ છે કે જીવની સાથે માયા અથવા દંભ અનાદિ કાળથી લાગેલો છે. બેલવામાં દંભ, ચાલવામાં દંભ, દેવપૂજામાં દંભ, ગુરૂ વંદનમાં દંભ, સંજમ ક્રિયામાં દંભ એ પ્રમાણે ડગલે ને પગલે આ જીવ દંભમાં (૫ટમાં)ને દંભમાં જ બધે કાર્યક્રમ ચલાવી રહ્યો છે, પરંતુ
જ્યારે હૃદયમાં ગુરૂના ઉપદેશને સાંભળવાથી પ્રકટ થયેલો જ્ઞાન રૂપી સૂર્ય ઝળકી ઉઠે છે, ત્યારે જેમ સૂર્યના ઉદયથી હિમ ઓગળી જાય છે તેમ કપટ પણ ચાલ્યા જાય છે. આ
લેકનું રહસ્ય એ છે કે, પુણ્યશાલી ભવ્ય જ (૧) પરોપકાર રસિક, સ્વપતારક મહાગુણવંત ગુરૂને સમાગમ, (૨) તેમના ઉપદેશનું શ્રવણ (સાંભળવું) (૩) સાંભળીને હદયમાં ઉતારીને તે પ્રમાણે નિર્દોષ જીવન ગુજારવું વિગેરે આત્મકલ્યાણ કરનારા સાધને પામી શકે છે. ઉપદેશના પ્રસંગે શ્રી ગુરૂમહારાજ ભવ્ય જીવને સમજાવે છે, કે કપટ કરીને જે છો બીજાને છેતરે છે. છેતરીને મનમાં રાજી થાય છે, ધન વિગેરે ચેડાં સુખનાં સાધનો મેળવે છે. પણ એમ