Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક ]
૨૮૫
થએલા રાજાએ પ્રભાકરને કેટલાંક ગામ ગરાસ વગેરે ઈનામમાં આપ્યાં. પ્રભાકરે તે અધુ સિંહને આપી દીધું. એવી રીતે પ્રભાકરે સિંહ ઉપર અનેકવાર ઉપકાર કર્યા, તથા તે દાસી જેણીને તેણે સ્ત્રી તરીકે રાખી હતી તેણીને પણુ વસ્ત્રાલ કાર વગેરે ઘણું આપ્યું. તથા લેાભની મિત્રને પણ ઘણું ધન આપીને સમૃદ્ધિવાળા ( પૈસાદાર ) બનાવ્યેા.
આ સિંહની પાસે એક મેાર હતા. તે તેને ઘણા જ વ્હાલા હતા. જે દાસીને પ્રભાકરે પાતાની સ્ત્રી તરીકે રાખી હતી તેને ગના પ્રભાવથી તે મારનું માંસ ખાવાની ઇચ્છા થઇ. તેણે પ્રભાકર પાસે તે મારની માગણી કરી. તે વખતે પ્રભાકરે પિતાએ આપેલા શ્વેાકની પરીક્ષા કરવા માટે તે સિંહના મારને કાઇક ગુપ્ત સ્થળે સંતાડી દીધા, અને બીજા મારના માંસથી તેને દાહલેા પૂરા કર્યાં. સિંહુ જ્યારે ભાજન કરવા બેઠા ત્યારે તેણે મારની અંધે ઠેકાણે તપાસ કરાવરાવી. પણ તેના પત્તો લાગ્યા નહિ તેથી તેણે ગામમાં પટહની ઉદ્ઘાષણા કરાવી કે જે કાઇ મારના ખખર આપશે તેને સિંહ રાજા આઠસાસાના મહેારા આપશે. આવું સાંભળીને તે દાસી વિચાર કરવા લાગી કે મારા પતિએ મેરને માર્યોની ખખર જો હું સિહુને આપું તા મને ૮૦૦ મહારા મળશે. અને પતિ તા સિદ્ધ નહિ તા ખીજો પણ થશે. આવું વિચારી ધનના લેાલથી તે દાસી સિંહ પાસે જઇને કહેવા લાગી કે હું રાજા પ્રભાકની બુદ્ધિ ભ્રષ્ટ થઇ છે, તેથી મારા દાહલેા પૂરા કરવા.