Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૮૦.
[ શ્રી વિજ્યપદ્રસૂરિકૃતરિક શરીર તેમજ દેવ નારકનાં ધાતુ વિનાનાં વૈક્રિય શરીર અને ચૌદ પૂર્વધર મુનિનું આહારક શરીર તે સમયે સમયે નાશ પામતાં અમુક વખતમાં સર્વથા નાશ પામી જાય છે, પણ કેઈ જીવને તે શરીર કાયમ સ્થિર રહેતું નથી સ્ત્રીની આંખે જેમ જુદા જુદા સ્થલે ચપળતાથી ફર્યા કરે છે તેમ જુવાની પણ ચપળ છે એટલે કાયમ ટકતી નથી. તેમજ વિજળીને ઝબકારે જેમ જોત જોતામાં અદશ્ય થઈ જાય છે તેમ પુરૂષનાં બળ પણ જોત જોતામાં નાશ પામે છે, તેથી વૃદ્ધાવસ્થામાં પગ સ્થિરતાથી ટકાવવા જેટલી પણ શક્તિ રહેતી નથી, એ પ્રમાણે ધન શરીર જુવાની ને બળ એ બધું ક્ષણભંગુર હોવાથી હે જીવ! એ વસ્તુઓ જ્યાં સુધી હયાત છે ત્યાં સુધીમાં દાનાદિક ધર્મ સાધી કંઈ પણ પુણ્યની મુંડી જરૂર પેદા કરી લે છે, જેથી પરભવમાં સુકુલમાં શ્રી જિન ધર્મને લાભ વિગેરે સુખના સાધને મલી શકે. ૫૭
અવતરણ—હવે કવિ આ લેકમાં દુર્જનને સંગ અને સર્પને સંગ એ બે સરખા છે તે વાત ઘટાવે છે–
श्रीखंडपादपेनेव, कृतं स्वं जन्म निष्फलं ।।
जिम्हगानां द्विजिव्हानां, संबंधमनुरुंधता ॥ ५८ ॥ શ્રીયં ચંદનના
=પતાને પર ઝાડની ફુઘ=જેમ, પઠે, માફક
નમ જન્મ કર્યું
નિઃનિષ્ફળ, ફોગટ