Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્પષ્ટા સહિત વૈરાગ્યશત ]
૧૫૩
ગબડી પડે છે, એ પ્રમાણે કોઇ વૈરાગ્યવંત જીવ પોતાના મિત્રને કહે છે કે હું મિત્ર ! તુ જો તા ખરી કે મારૂ' મન માહ રૂપી વાઘથી ભય પામીને એટલે માહમાં મુંઝાઇને આ સંસાર રૂપી ભયાનક જંગલમાં કેટલું દોડાદોડ કરી રહ્યું છે !
અહિં જણાવેલી ઉપમાઓનુ રહસ્ય આ પ્રમાણે જાણવું–સ’સાર એ ભયાનક જંગલ સરખા છે એ તા સ્હેજે સમજાય તેવું છે, અને જંગલમાં વાઘ હિરણ પર્વતના ટેકરા નદીની ખીણા ગાઢ ઝાડી અને કાદવના ખાડા વિગેરે વસ્તુઓ હાય છે. તેમાં વાઘથી ભય પામનાર હરિણું છે, તેમ મેહ એ વાઘ સરખા ક્રૂર ને બળવાન હોવાથી માહને વાઘની ઉપમા છે, અને તે માઠુને આધીન થયેલું મુંઝાચલું મન તે ગરીબ હરણ સરખુ છે, તથા મા વિનાના પહાડના ઉંચા નીચા ટેકરા જેમ ચઢનાર માણસને મહુ દુ:ખદાયી અને બેભાન બનાવનારા છે તેમ બેભાન રૂપ અજ્ઞાન પર્વતના ટેકરાએ સરખું છે. તથા વૃક્ષેાની ગાઢ ઝાડીમાં છૂપાયેલ મનુષ્યાદિની ખબર ન પડે તેમ માયાવી જીવની કપટ જાળની કોઈને ખબર પડતી નથી, માટે માયાને ગાઢ સડીના નિકુંજ સરખી કહી છે, તથા કામદેવ મલિન હાવાથી એ કાદવના ખાડા સરખા છે તે સ્પષ્ટ છે, તથા વ્હાડની ખીણામાંથી છૂપી રીતે નદી જેમ બહાર નીકળે છે ને ફેલાતી જાય છે તેમ લેાકેાની છૂપી વાતા અથવા ખુલ્લી વાતા નિંદા દ્વારા બહાર નીકળી ફેલાતી જાય છે માટે નિંદા તે નદીની ખીણુ સરખી છે, અર્થાત્ નદીની