Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક ]
૨૬૫ સારાબ્ધિને મધના જ ટીંપે મિષ્ટ કરવા ચાહતા, પુરૂષ મૂર્ખ ગણાય તે ખલ સુજન કરવા ચાહતા; ખલ કાર્ય જેમ અશક્ય છે તિમ ખલ તણે જ
ખલ તણા સંગે રહેવું ના કહે ઈમ શ્રી જિના. રરર
અક્ષરાર્થ–જે સજજને અમૃત ઝરતાં સદ્ધચને કહીને પણ દુર્જન પુરૂષને સન્માર્ગે લાવવા ઈચ્છે છે તેઓ હાથીને કુમળા કમળ નાળના તંતુથી બાંધીને રોકવા ઈછે છે, તથા શિરીષ ફૂલની અણીથી વજરત્નને ભેદવા (છેદ પાડવા) તૈયાર થાય છે, અને મધના એક જ ટીંપાથી આખા લવણ સમુદ્રને મીઠા બનાવવા ઈચ્છે છે. એટલે આ ત્રણ કાર્ય કરવા જેમ અશકય છે, તેમ દુર્જનને સન્માર્ગમાં લાવે તે કામ પણ અશકય છે. પ૪
સ્પષ્ટાર્થ–દુર્જન પુરૂષને ગમે તેટલે ઉપદેશ આપે, મીઠે વચને સમજાવે તે પણ કડવી તંબુડીને અડસઠ તીર્થમાં ન્ડવરાવ્યા છતાં તેની કડવાશ ન જાય તેમ દુર્જનની દુર્જનતા જાય જ નહિં. તેથી કવિ આ લેકમાં કહે છે કે કમળની નાળના તાંતણું અતિ કેમળ ને નરમ હોવાથી તેનાથી મદેન્મત્ત હાથીને રેકી શકાય જ નહિં છતાં કેઇ રેવાને ઈચ્છે છે તે એક જાતની મૂર્ખાઈ ગણાય તેમ દુર્જનને સદુપદેશ આપી સજજન બનાવવા ઈચ્છા રાખવી તે પણ મૂર્ખાઈ છે. તેમજ શિરીષના કમળ ફૂલની અતિ કમળ અણીથી વા રત્ન જેવા કઠીન રત્નમાં બાકું પાડી શકાય