Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૨૫૮
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
ચારિત્ર જરૂર લેવાજ જોઇએ, કારણ કે ખીજા મતવાળાઓની માફક શ્રી જૈન દČન એકલા (દર્શીન અને ચારિત્ર વિનાના) જ્ઞાનથી જ સંસાર સમુદ્ર તરી શકાય છે એમ કહેતું નથી. તે તા એમ કહે છે કે, નિર્મલ દર્શન, જ્ઞાન ચારિત્રની એકઠી આરાધના કરવાથી જ સ`સાર સમુદ્રને પાર પામી શકાય છે, માટે જ શ્રી તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે— “સભ્યમ્પશનજ્ઞાનયાત્રાણિ મોક્ષમાન ''
આ પ્રમાણે શાસ્ત્રીય પુરાવા જણાવ્યા ખાદ સંસાર સમુદ્રને તરવામાં જ્ઞાનાદિ ત્રણેની સાધના જરૂર જોઇએ, એમ યુક્તિથી પણ સાખીત થઇ શકે છે, જુએ એક પૈડાથી રથ ચાલે જ નહિ, અહીં જેમ રથને ચલાવવામાં અનેક પૈડાઓની મદદ લેવી પડે છે, તેમ મેાક્ષના સુખ મેળવવામાં પણ અનેક સાધના જરૂર જોઇએ. વ્યવહારમાં ક, પિત્ત અને વાયુના પ્રકાપથી રાગ થાય છે. તે ત્રણેને નિયમિત કરવા માટે હરડા એડાં, આમળા, એમ ત્રણ પદાર્થોના બનેલા ત્રિફળાથી કર વિગેરેના પ્રકાપને શાંત કરીને દ્રવ્યરોગ નાબુદ કરાય છે. જેમ દ્રવ્ય રંગની શાંતિ ત્રણ સાધનાથી થાય છે, તેવી રીતે ભાવ રોગની શાંતિને માટે જ્ઞાનાદિ ત્રણની સાધના જણાવી છે. આ મીના લક્ષ્યમાં લઈને ભવ્ય જીવાએ પ્રમાદના ત્યાગ કરી પ્રબલ પુણ્યાયે મેળવેલા શ્રી જૈનેન્દ્ર શાસનની નિર્માલ આરાધના કરી માનવ જન્મ સલ કરવા જોઇએ એ આ શ્લાકનું રહસ્ય છે. પર
અવતરણ—હવે કવિ આ શ્વેાકમાં જ્યાં સુધી સ્ત્રી