Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૨૫૬
[ શ્રી વિજયપધસૂરિકૃતઅક્ષરાર્થ –હે મિત્ર! ઉત્તમ ચારિત્રાચાર રૂપી કાઈથી બનાવેલું-ઘડેલું અને બ્રહ્મચર્ય રૂપી ધ્વજ વડે શેભતું, ગુરૂની આજ્ઞા રૂપી મેટા દરની રચનાથી અતિશય મજબૂત કરેલું એવું તે ઉત્તમ જ્ઞાન રૂપી કહાણ કે જે સ્ત્રીઓના સ્તન રૂપી કાંઠાઓમાં અથવા ખડકમાં અફળાઈને ભાગી ન જાય ત્યાં સુધી તેમાં બેસીને મોહ રૂપી મોટા ગુંડ જેવા જળચર જી વડે ભયંકર એવા આ સંસાર રૂપ મોટા સમુદ્રને તું તરી જા. પર
સ્પષ્ટાથે–આ લોકમાં સંસારને દરિયાની ઉપમા આપી છે. અને તે દરિયે તરવા માટે લાકડાના વહાણ સરખું ઉત્તમ જ્ઞાન કહેલું છે. વળી દરિયામાં જેમ મેટા મેટા મગરમચ્છ હોય છે તેમ સંસાર રૂપ દરિયે ક્રોધ માન માયા લભ વિગેરે મોટા મોટા મગરમચ્છ રૂપ જળચરોથી ભયાનક લાગે છે. વહાણમાં જેમ પાટીયાં દર અને ધ્વજા અથવા સહ વિગેરે હોય છે તેમ ઉત્તમ જ્ઞાન રૂપી પવિત્ર વહાણમાં ચારિત્ર રૂપી પાટીયા ગોઠવેલા છે, શીળ રૂપી ધ્વજ અથવા સઢ છે અને તે ગુરૂની આજ્ઞા રૂપી દોરથી બંધાયેલું - મજબૂત કરાએલું છે. એ રીતે વહાણનાં ઉચિત ઉપકરણથી શણગારાએલું છે, તથા વહાણ જેમ સમુદ્રમાં રહેલાં ખડકે સાથે અફળાઈ ભાગી જાય છે તેમ આ ઉત્તમ જ્ઞાન રૂપ હાણ પણ કઈવાર સ્ત્રીઓનાં સ્તન રૂપી ખડકમાં અથડાઈને ભાગી જાય છે, એટલે સ્ત્રીઓનાં અંગ ઉપાંગાદિ ઉપર રાગ થવાથી ઉત્તમ જ્ઞાન નાશ પામી જાય છે, અને જીવ સંસાર