Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૨૪૨
[ શ્રી વિજયપધસૂરિકૃતએહથી નરભવ સુરમ ફલ સકલ હારી ગયે, હજુ સુધર તું ચિત્ત ! જલદી વખત વીતી ક્યાં ગયે; ચારે કષાય દુર્ગતિના દુખદાયક જાણીએ, પુણ્યથી જિન ધર્મ પામી હર્ષથી આરાધીએ. ર૦૭
અક્ષરાર્થઅતિશય તીવ્ર (ઘણું ચપલ) અને કૂટ એવી બુદ્ધિને વશ થયેલા છે. હૃદય! તેં તિરસ્કાર કરવા
ગ્ય એવા કેધને હણ્ય નહિં, માનને નાશ કર્યો નહિ, હે હણાયેલી આશાવાળા (હે નિરાશ થયેલા) હૃદય! હે માયા પ્રપંચને પણ નાશ ન કર્યો તેમજ લેભને ક્ષુબ્ધ ન કર્યો (અર્થાત લેભને પણ ગભરાવીને બહાર કાઢયે નહિતેથી ખરેખર હે હૃદય ! હું મનુષ્ય ભવની લક્ષ્મી રૂપ કલ્પવૃક્ષનું હાથમાં આવેલું ઉત્તમ ફળ શીધ્ર ગુમાવી દીધું. એ હારી કેટલી મૂર્ખાઈ! ૪૮
સ્પષ્ટાર્થ–કલ્પવૃક્ષ મનુષ્યને ઈચ્છિત પદાર્થ આપે છે, તે કલ્પવૃક્ષે ઉત્તમ યુગલભૂમિમાં ઉત્પન્ન થાય છે, અને ત્યાં વસતા યુગલિક મનુષ્યને અને યુગલિક તિર્યંને ઉત્તમ પ્રકારનાં ખાન પાન વાજીંત્ર વાસણ પુષ્પ વસ્ત્ર આદિ વૈભવે આપે છે અને જરૂરિઆતો પૂરી પાડે છે, તેમ આ મનુષ્યભવ પણ કલ્પવૃક્ષ સરખે છે, કારણ કે તે દેવકના સુખ અને મનુષ્યનાં સુખ રૂપ ઈચ્છિત પદાર્થો આપે છે, તેમજ ઉત્તમ દેવ ગુરૂ ધર્મ અને જ્ઞાન દર્શન ચારિત્રની ઉત્તમ સામગ્રીઓ પણ એ જ મનુષ્ય ભવ આપે છે, અને એ મનુષ્ય ભવ ૧૫ કર્મભૂમિમાં જ છે, માટે હે હૃદય ! હે મન! હે જીવી