Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
અષ્ટાથ સહિત વૈરાગ્યશતક ] પણ સ્થિર રહેલું દેખે તે ત્યારે એ હત્યારા ધનથી ફ્રી પણું પાછું ન હઠવું, પરતુ ધન ભેગું કર્યું જ જવું. (પરન્તુ એમ બનતું જ નથી માટે ધન ભેગું કરવાના પાપારંભેમાં હે જીવ! તું ન પડી. એ તાત્પર્ય) ૫૦
સ્પષ્ટાર્થ--ધન કમાવાને માટે માણસો ઉછળતાં મેજવાળા તોફાની સમુદ્રમાં પણ સ્ટીમરે હંકાર્યો જાય છે. જે સમુદ્રમાં ખડકે સાથે અથડાતાં લ્હાણે ભાગી ભૂકા થઈ જાય છે, માલ દરિયામાં ડૂબી જાય છે, અને ખલાસીઓ તથા ઉતારૂઓ ડૂબી જાય છે એવા ભયંકર ઉંડા દરિયામાં પણ વહાણવટું ખેડી માલ અને પેસેંજરે એક બંદરેથી બીજે બંદરે લઈ જઈ વહેપાર કરી ધન ઉપાર્જન કરે છે. તેમજ સિંહ વાઘ વરૂ આદિ ભયાનક જાનવરવાળી ભયંકર અટવીઓમાં ચેર ધાડપાડુ લૂંટારૂઓની દરકાર કર્યા વિના પ્રવેશ કરે છે અને ભાગ્યમે કદાચિત્ પાર પણ ઉતરે છે. તેમજ વિશ્વાસુ મિત્રો વિગેરેને ઠગી વિશ્વાસઘાત જેવું મહા પાપ કરે છે એ ઉપરાન્ત રાજ્યના લાભને માટે અને ધનના લોભને માટે સો પુત્ર પિતાને હણે છે, ઈત્યાદિ રીતે કુટુંબીઓ કુટુંબને જ મારી નાખે છે. તેમજ ધનને માટે વેપારીઓ તથા રાજાઓ પગલે પગલે વચન ભંગ કરે છે, આ પ્રમાણે સાક્ષાત્ ઉપદ્રવકારી ધનને માટે ન આચરવા ગ્ય અનાચાર આચરે છે છતાં પણ તે ધન તેની પાસે ઝા વખત ટકતું નથી તેથી કઈ વૈરાગ્યવંત છવ પિતાના મનને ઉપદેશ આપે છે કે હે મન! અથવા હે જીવ! તું ધનને માટે ભયંકર અત્યા