Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૧૯૧
સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક ]
પ્રશ્ન-કર્મ મૂર્ણ છે કે અમૂર્ત ?
ઉત્તર–કર્મ એ મૂર્ત પદાર્થ છે. કારણ કે પદ્મલિક પદાર્થ છે.
પ્રશ્નકર્મને અમૂર્ત માનીએ તો તેમાં વધે છે ?
ઉત્તર–કર્મને અમૂર્ત ન માની શકાય, કારણ કે જે અમૂર્ત માનીએ તે જેમ આકાશ વિગેરે અમૂર્ત પદાર્થો આત્માને અનુગ્રહ (લાભ) અને ઉપઘાત (ગેરલાભ) ન કરી શકે, એમ કર્મથી પણ અનુગ્રહાદિ ન થવા જોઈએ, અને તેવા અનુગ્રહ વિગેરે તે પ્રત્યક્ષ દેખાય છે. તે આ પ્રમાણે - શાતા વેદનીય કર્મના ઉદયથી જીવ સુખને અને અશાતાના ઉદયથી દુખને અનુભવે છે, એમ બીજા કર્મોમાં પણ સમજવું. આ બાબતમાં શ્રી વિશેષાવશ્યકમાં કહ્યું છે કે
अन्ने उ अमुत्तं चिय, कम्मं मणंति वासणारूवं ॥ तं तु न जुज्जइ तत्तो, उवधायाणुग्गहाभावा ॥१॥ नागासं उवघायं, अणुग्गरं वावि कुणइ सत्ताणं ॥ इत्यादि।
આ કર્મ પ્રવાહ (તમામ જીવ સમુદાય) ની અપેક્ષાએ અનાદિ છે, એટલે જીવની સાથે તેને સંબંધ અમુક ટાઈમે થયે, એમ ન કહી શકાય, માટે આદિ (શરૂઆત) વિનાનું કહેવાય, અને જે સાદિ માનીએ તો એમ થવું જોઈએ કે
પહેલાં જ કર્મોરહિત હતા, ને પછી અકર્મક જીવને કર્મને સંબંધ થયે.” આવું અકર્મકપણું સિદ્ધોમાં પણ