Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૧૯૮
[ શ્રી વિજયપધસૂરિકૃતઆ બધું મહારૂં પિતાનું છે, ને મારી પાસે જ કાયમ રહેવાનું છે, અને એ સર્વ વૈભવ મેળવવામાં લાગેલાંબાંધેલાં પાપ કર્મને વિચાર સરખો પણ કરતો નથી. મહારૂં મહાકું કરીને મેળવેલ વૈભો કેટલાકને તે જીવતાં જ ફના થઈ જાય છે, અને મરણ વખતે તે શરીર પણ છોડીને જવાનું છે તે વૈભવોમાંનું સાથે શું આવવાનું છે? કદાચ સાથે આવે તે શ્મશાન સુધી ખરી હાંલ્લી, બાળી મૂકવાનાં લાકડાં, વાંસની ઠાઠડી અને ઓઢાડેલું ખાંપણનું કપડું. આ સિવાય બીજાં ઘરબાર અને માલ મિલક્ત વિગેરે તો શમશાન સુધીએ આવવાના નથી. ત્યારે હવે પરભવ જતાં સાથે આવનાર કોણ? તે જ ગ્રન્થકાર કવિ આ લેકમાં જણાવે છે કે જીવે આ ભવમાં જે પાપ કર્યો હશે અને પુણ્ય કર્મ કર્યા હશે તે જ સાથે આવશે, અર્થાત્ પાપી જીવની સાથે પાપ આવશે ને પુણ્યશાળી જીવની સાથે પુણ્ય આવશે. માટે અહિં ઉપદેશ એ છે કે ભવ્ય જીવે આ ભવમાં પુણ્ય કર્મો જ ઉપાર્જન કરવાં કે જેથી પરભવમાં સુલભબોધિ થવાય અને આર્ય ક્ષેત્રાદિ મોક્ષના સાધન મળે. પુણ્ય અને પાપના પણ બે બે ભેદ છે. એટલે (૧) પુણ્યાનુબંધિ પુણ્ય (૨) પાપાનુબંધિ પુણ્ય. (૩) પુણ્યાનુબંધિ પાપ. (૪) પાપનુબંધિ પાપ. આનું સ્પષ્ટ સ્વરૂપ શ્રી ભાવના કલપલતામાંથી જાણ લેવું. અહીં કવિ શિખામણ આપે છે કે પુત્રાદિ પરિવારની બાબતમાં પણ પ્રભુ શાસન રસિક ભવ્ય જીવએ નિર્લેપ પણું જરૂર રાખવું જોઈએ. અને આત્મષ્ટિ ન ભૂલવી