Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્પષ્ટાર્થ સહિત વૈરાગ્યશતક ]
૨૩૭ પીઠ પર વહે છે તેમ તું દયાને ભાર વહેતું નથી. તથા ભાર હે ગળીયા સાંઢ વા બળદ જેમ ચરણની એટલે પગની ખામીથી ઠેકર ખાઈને વારંવાર ખાડામાં પડી જાય છે તેમ હે જીવ! અથવા તે ચિત્ત! તું પણ ચરણની એટલે ચારિત્રની ખામીથી વારંવાર ખલના પામી પડી જાય છે એટલે ચારિત્ર લે છે ને ઈન્દ્રિયને વશ પડી પુનઃ ભ્રષ્ટ થઈ મિથ્યાત્વ રૂપી ખાબમાં પડે છે, તેથી જેમ આંકેલા સાંઢ નિઃશકપણે જ્યાં ત્યાં સ્વછંદે ભમી છેતરોના પાક વિગેરે ખાઈ જાય છે, અને બીજા અનેક નુકશાન કરવાથી લકને ત્રાસદાસક થતા હોવાથી જેમ નિંદનીય રીતે ભમ્યા કરે છે તેમ છે ચિત્ત! હે જીવ! તું પણ આંકેલા સાંઢની માફક જે તે વિષયમાં ભમી સ્ત્રીઓ વિગેરેના સદાચારને ભ્રષ્ટ કરે છે, અને તેથી તું લેકમાં નિંદાપાત્ર થાય છે, માટે આ લેકને સાર એ છે કે ચિત્તને નિરંકુશપણે સ્વદે ભટક્યા દેવું નહિં, પરંતુ બરાબર દમન કરી કબજામાં લઈ સદાચારમાં અને દયામાં પ્રવર્તાવવું, નહિંતર જીવને નરકના ખાડામાં પાડી અનેક વિટંબના આપશે, એ સાર છે. ૪૬
અવતરણ-મનુષ્ય ભવ આદિ ઉત્તમ સામગ્રીઓ પામ્યા છતાં પણ સંસાર ભ્રમણ કેમ રહે છે તેનું કારણ તત્વનું અજ્ઞાન છે તે આ ગાથામાં દર્શાવે છે– प्राप्ते सत्कुलजन्ममानवभवे निर्दोषरत्नोपमे।
नीरोगादिसमस्तवस्तुनिचये पुण्येन लब्धे सति ॥ ૧ ગામમાં અથવા ખેતરમાં છૂટા ફરવા છતાં લકથી પકડીને. કામમાં ન લઈ શકાય એવી નિશાનીવાળા સાંઢ તે આંકેલા સાંઢ.