Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
[ શ્રી વિજયપધસૂરિકૃતખાંધ ઉપર–ગળા પર રાખી ગાડામાં ભરેલ ભાર વહન કરે છે. તેથી તે સાંઠનું દષ્ટાન્ડે આપી કવિ ભવ્ય જીવના ચિત્તને શીખામણ આપે છે કે હે જીવ! અથવા તે ચિત્ત! જેમ સાંઢ ગાડાની જુસરી ગળાપર રાખી ગાડાને ભાર વહે છે તેમ તું ચારિત્ર્ય રૂપી ગાડાની ધુરા-જુસરીને રહેતો નથી એટલે તું ચારિત્ર્ય પાળતું નથી. આ લેકમાં કવિએ ચિત્તને મદેન્મત્ત સાંઢની ઉપમા આપી છે તે બરાબર છે. કારણ કે સાંઠ જ્યાં સુધી માલિકના અંકુશમાં રહેતું નથી ત્યાં સુધી મદમાતે થઈ સ્વેચ્છાએ ગાયેના ટેળામાં વિલાસ કરતે ભમ્યા કરે છે, તેમ આ ચિત્ત રૂપી સાંઢ પણ જ્યાં સુધી જીવના અંકુશમાં આવતું નથી ત્યાં સુધી સ્વચ્છંદપણે ઈન્દ્રિયોના વિષયોમાં મદમાતું થઈ સ્ત્રીઓમાં લાગ્યા કરે છે. તથા ચારિત્રને ભાર ભરેલા ગાડાની ઉપમા આપી છે તે પણ બરાબર છે, કારણ કે ચારિત્રના અઢાર હજાર ભેદ રૂપ ભારથી ભરેલું ચારિત્ર તે એના ગાડા સરખું છે, અને તેથી શાસ્ત્રકારોએ ચારિત્ર રૂપી ગાડાને “શીલાંગરથ”ની ઉપમા આપી છે. અઠ્ઠાઈજજે સુમાં સટ્ટારર રર રીઢંધારણ એ પદથી અઢાર હજાર શીલાંગ રથને ધરનારા એવા મુનિ મહાત્માએને નમસ્કાર કર્યો છે. તથા જે સાંઢ ગાડાં ખેંચવાના ઉપયોગમાં નથી આવતા તે સાંઢની પીઠ ઉપર બને બાજુ ભાર લાદવામાં આવે છે, અથવા કે દેશમાં સાંઢને ગાડે જેડે છે તે કઈ દેશમાં પીઠપર ભાર ભરે છે તેથી કવિ અહિં એ ભારવાહી સાંઢની ઉપમાથી પણ ચિત્તને ઉપદેશ આપે છે કે હે ચિત્ત! સાંઢ જેમ અનાજ આદિકને ભાર