Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૧૭૬
[ શ્રી વિજયપધસૂરિક્તત્યારે મૂળ કારણભૂત એવા હત્યારા કર્મની નિન્દા ન કરતાં ફક્ત દૈવને જ શ્રાપ આપે છે, અરે ! મને લાગે છે કે તું મૂઢ (મુર્ખ છે.) ૩૨
સ્પષ્ટાથે–જગતમાં લગભગ ઘણાએ જી એવા હોય છે કે જ્યારે કંઈ દુઃખ માથે આવી પડે અથવા મરણ સમય નજીક આવે ત્યારે હે દેવ! તેં આ શું કર્યું? મેં ત્યારે શો અપરાધ કર્યો હતે? વિગેરે પ્રકારે ફક્ત દેવને જ એલંભા (ઠપકા) આપે છે, પરંતુ એ દુઃખે કે મરણની ઉત્પત્તિ શાથી થઈ? આ રીતે દુઃખ વિગેરેના મૂળ કારણને શોધતા નથી. કવિ કહે છે કે એ બધાંનું મૂળ કારણ પૂર્વ ભવમાં અથવા આ ભવમાં કરેલા કર્મ જ છે, તે પાપ કર્મને જ એલંભે આપ જોઈએ. કારણ કે પાપ કર્મના ઉદયથી આત્મા અવિનયી ક્રોધી જૂઠો અને તેવા બીજા પણ દર્શણવાલે બને છે. અને એ અવિનયથી કોધથી અને જૂઠું બોલવાથી તથા તેવા બીજા પણ પાપ કરવાથી માથે અનેક આફત આવી પડે છે, અને આખી જીંદગી દુઃખમાં જાય છે, પછી
જ્યારે મરણ આવે છે ત્યારે તે દુઃખ અને મરણના મૂળ કારણ અસાતા વેદનીય વિગેરે કર્મને ઓલંભે ન આપતાં છે દેવ! તેં મરણ કેમ આપ્યું? એમ કહી દૈવને શ્રાપ આપે છે, પરંતુ વર્તમાન સ્થિતિના કારણે ભૂત કર્મોદયને વિચાર કરતું નથી, જેથી પ્રકાર કવિ અહિં જીવને ઉપદેશ આપે છે કે તે પાપ કર્મના ઉદયથી અભિમાની બની આત્માને નમ્રતાવાળે ન બનાવ્ય, ક્રોધી બનીને આત્માને ક્ષમા ગુણથી શોભા નહિ અને જૂઠા બેલે થયે પણ સત્ય ભાષણથી