Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્વાર્થ સહિત વેરાગ્યશતક]
૧૭૩ ગુમાવી દીધું, ગુરૂ પાસેથી મહા કાળે મેળવેલી વિદ્યા ખરાબ પ્રશંસા કરવામાં (બિભત્સ કવિતાઓ બનાવવામાં અથવા બેટી પ્રશંસા કરવામાં) વાપરી, અને ગુરૂ પરંપરાગતથી મેળવેલ વિનય સ્ત્રી (ની ખુશામત કરવા) માં કરી બતાવ્યું, હવે મરણ કાળ નજીક આવ્યું ત્યારે પરાધીન બનેલો હું સત્પાત્રમાં શું કરી શકું? એટલે ખેદની વાત એ છે કે હું મરતી વખતે કંઈ પણ સારું કામ કરી શકતો નથી. ૩૧
સ્પષ્ટાર્થકઈ એક પુરૂષ યુવાવસ્થામાં ઘણું ધન કમાય પણ તેણે જુગારીઓની સેબત લાગવાથી જુગારી બનીને સર્વ માલ મિલકત જુગારમાં ઉડાવી દીધી. તથા એ જ પુરુષે વિદ્યાભ્યાસ પણ ઘણે કર્યો, પરંતુ એ વિદ્યાભ્યાસને ઉપયોગ શંગારી કવિતાઓ અને સ્તુતિગર્ભિત કાવ્ય બનાવી પિતે શૃંગાર રસિક બન્યા અને બીજાઓને પણ શંગાર રસમાં ઉશ્કેયી, તથા રાજા મહારાજાઓ જેવાનાં છેટી પ્રશંસાનાં કાવ્યો બનાવી તેમને રીઝવવા લાગ્યા.તેમજ શંગારી (એટલે સ્ત્રી પ્રેમી) હેવાથી પિતાની સ્ત્રી રીસાઈ જાય ત્યારે તેને પ્રેમ મેળવવા અને પારકી સ્ત્રીઓના પ્રેમ મેળવવા ખાતર ઘણા ઘણા કાલાવાલા આજીજી કરી બહુ નમ્રતા દેખાડવામાં વિનયને ઉપગ કર્યો. પછી જ્યારે એ પુરૂષ મરણ પથારીએ પડે ત્યારે તે આ પ્રમાણે પોતાની ભૂલની બાબતમાં બહુ પસ્તા કરે છે કે અહી મેં મુખએ યુવાનીનાં ધન વિદ્યા વિનય કે દુરૂપયેગ કર્યો ? જુગારમાં સર્વ મિલક્ત ઉડાવી દીધી. વિદ્યાને ઉપગ બિભત્સ વિલાસી કાવ્યો બનાવવામાં ને બેટી પ્રશંસાઓમાં કર્યો, અને બધે વિનય સ્ત્રીની પાસે જ કરી બતાવ્યો, પરંતુ સત્પાત્રમાં એક પાઈ