Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્પષાર્થ સહિત વૈરાગ્યશતક ]
૧૫૫ કહેલી અવસર્પિણના છ આરાની માફક કમસર ઉતરતા પ્રભાવવાળા છે. સૌથી ચઢીયાત જેમ સુષમ સુષમ કાળ તેમ સૌથી ચઢીયાતે સતયુગ છે, ને પાંચમે છો આરો જેમ ખરાબ ગણાય છે તેમ કલિયુગ પણ ખરાબમાં ખરાબ કાળ ગણાય છે. એ કલિયુગના પ્રભાવે હિંસા જૂઠ ચેરી વિષય લંપટપણું અને અતિ ભ વગેરે અનેક દુર્ગાવાળા અને વ્યસની થાય છે. આ કલિકાલને લક્ષ્યમાં લઈને આ શ્લોકમાં કવિ કહે છે કે કલિયુગમાં પણ કેટલાય પૂર્વ ભવના પ્રબળ ઉત્તમ સંસ્કારી જીવ દયા ગુણ અને સત્ય ગુણવાળા એટલે કે જીવની હિંસા નહિ કરનારા અને સાચું બોલનારા હોય છે, તેમજ પિતાની કાયાથી બીજા છ જેટલે. પોપકાર બની શકે તેટલે પરેપકાર કરનારા હોય છે, અને એવા સંપૂર્ણ દયા સત્ય ને પરોપકાર ગુણવાળા તે મહાપુરૂષ એટલે મુનિ મહાત્માએ વિગેરે હોય છે, તે તેવા મુનિ મહાત્માઓને-ગીદ્રોને આ વર્તમાન કલિયુગ પણ શું કરી શકે તેમ છે? કલિયુગને પજે તે બિચારા નબળા મનવાળા ઉપરજ વાગી શકે છે, અને મુનિ મહાત્મા વિગેરે પુરૂષોએ તો આવા ઉત્તમ ગુણના પ્રભાવેજ આ કલિયુગને પણ જોઈ પીધે છે, માટે ખરેખર એવા મહાત્માએને જ ધન્ય છે કે જેમના પર કલિયુગને કંઈ પણ પ્રભાવ પડી શકે નથી, એટલું જ નહિં પરંતુ કલિયુગના પંજામાં સપડાયેલા અનેક પામર જીવને દયા અને સત્યને બોધપાઠ શીખવીને પિતે રાત દિવસ મહા પરોપકાર કરતા છતાં તે સંસારી જીવોને બચાવી લઈ પોતે સદ્ગતિ પામી બીજાને