Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક ]
૧૫૯
તેણે સત્યના ભંગ કર્યો, ત્યારે દુ:ખી થઈને નરકે ગયા. (૨) લડાઇના પ્રસંગે પાછુ ક્રવુ' નહી, લડવું હાય તા તમારા શત્રુ માહનીયાદિ કર્મની સાથે જ લડવું જોઇએ, કારણ કે આપણે કર્માંના પાપે જ દુ:ખની પરંપરા ભાગવી છે, બીજા માણસાને શત્રુ તરીકે માનવા જ ન જોઇએ. કારણ કે આવા પ્રસંગે મહાપુરૂષો વિચારે છે કે-ઉપસર્ગ કરનાર જીવ અમને ક્ષમાનુ સાધન છે, કેવલજ્ઞાન મેળવવામાં કનિ ક્ષપાવવામાં અપૂર્વ સાધન છે, મહા ઉપકારી છે, મિત્ર જેવા છે. તેઓ ઉપર લગાર પણ દ્વેષ પણ ધારણ કરતા જ નથી અહીં દૃષ્ટાંત તરીકે મહાખલ કુમાર, કીર્તિધર મુનિ, ગજસુકુમાલ, અવંતીસુકુમાલ વિગેરે જાણવા, ૧. મહાબલ કુમારે પોતાને આળનારી કનકવતીની ઉપર ક્ષમા ભાવ રાખ્યા, દ્વેષ ન રાખતા ઉપસને સહન કરી સિદ્ધિના સુખા મેળવ્યા. ૨, કીર્ત્તિધર મુનિ-દ્વેષને લઇને પૂર્વાવસ્થાની રાણી મરીને વાઘણું થઈ હતી. જંગલમાં તે મુનિ કાઉસ્સગ્ગમાં રહ્યા છે. અહીં' વાઘણુ દ્વેષના સંસ્કારથી મુનિને ફાડી ખાય છે, મુનિ સમતાથી ઉપસર્ગ સહન કરીને કેવલી થઇ મેાક્ષમાં જાય છે, (૩) એમ ગજસુકુમાટે સામિલ બ્રાહ્મણે કરેલા ઉપસર્ગો સમતાથી સહન કર્યાં; તા અંતગઢ કેવલી થયા. (૪) અવ'તીસુકુમાલે શિયાલણીના ( તેણે કરેલા) ઉપસ સમતાથી સહ્યા. છેવટે નલિનીગુલ્મ વિમાનના દેવતાઈ સુખા પામ્યા. (૫) પાલકે કરેલા ઉપસનિ સમતા ભાવે સહન કરતાં મુનિસુવ્રત સ્વામીના વખતમાં થયેલા ખધક સૂરિના શિષ્યા કેવલી થઇને માક્ષે ગયા. આ બીનાને લક્ષ્યમાં રાખીને ભવ્ય જીવાએ