Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૧૫૪
[ શ્રી વિજયપધસૂરિકૃતસુષમસુષમા જે તે સત્ય યુગ અવધારીએ, તે પછી ક્રમસર ઉતરતે કાલ મનમાં ધારીએ. ૧૩૬ બહુ ઉતરતે કાલ કલિયુગ ના નડે ગુણવંતને, જેનું દયાળુ હૃદય બોલે જેહ સાચાં વેણને; દેહથી જે પર તણું હિત સાધતા ખુશી થતા, તેમને કલિયુગ કરે શું? ત્રણ ગુણોને ધારતા. ૧૩૭ દુઃખ ન ગમે સર્વને નિજ જીવનને સૈ ચાહતા, ઈમ વિચારી શુભ દયાને પાલતા સુખ પામતા; શાંતિના દેનાર પામે શાંતિ સાચી નિયમથી, જીવ દયાને પાળનારા મુક્તિ પામે હર્ષથી. ૧૩૮ જાન પરના જાય જેથી તે વચન સાચાં ભલે, પણ સુજન ના બેલતા હિત મિત વચનને ઉચ્ચરે; ઉપકાર પરનો સાર એ આ દેહને ઇમ ભાવતા, ગુણબલે કલિકાલને પણ ભવ્ય જન ઝટ જીતતા. ૧૩૯
અક્ષરાર્થ–જેનું મન દયાવાળું છે, વચન સત્ય વડે શોભાયમાન છે, અને શરીર પરોપકાર કરવામાં સાધનભૂત છે, તેવા પુરૂષને કળિયુગ પણ શું કરે? (અર્થાત્ કંઈજ કરી શકે નહિં). ૨૭
સ્પષ્ટાર્થ–સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ કલિયુગ એ ચાર પ્રકારના કાળ અન્ય દર્શનમાં માનેલા છે, તે જૈન દર્શનમાં