Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૧૨૦
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
એક વખત મ્હેલના ઝરૂખામાં બેઠા છે. તે વખતે પૂર્વે જણાવેલા અવધિજ્ઞાની મુનિને જોતાં શિવકુમારને ઘણા જ સ્નેહભાવ પ્રકટે છે. નીચે આવીને તેણે વિનય પૂર્વક સ્નેહ જાગવાનું કારણ પૂછ્યું. જવાખમાં જ્ઞાની મુનિએ સ્નેહનુ કારણુ વિસ્તારથી જણાવ્યું. તે સાંભળીને તેને સંયમ લેવાની
ઈચ્છા થઈ.
આ ખામતમાં માતાપિતા માહુને લઇને કુંવરને સંયમ લેવા દેતા નથી. તેથી તે નારાજ થઇ પાષધ શાલામાં રહે છે. ને છઠ્ઠ છઠ્ઠની તપશ્ચર્યા કરવી, અને પારણે આયંબિલ કરવું, આ રીતે તપ કરવા પૂર્વક ભાવ સાધુપણાની સ્થિતિમાં બાર વર્ષ સુધી રહે છે. અંતે સમાધિ પૂર્વક આરાધના કરી બ્રહ્મદેવ લેાકમાં વિશ્વમાલી નામે દેવ થયા. તે દેવ પેાતાની ચાર દેવીએ સહિત અહીં આવ્યા છે. પાછલા લવે ભાવ સંચમ તપની નિર્મીલ સાધના કરવાથી આવી ઉત્તમ કાંતિ ઋદ્ધિને તે પામ્યા છે.
શ્રેણિક—હૈ પ્રભુ ! આ દેવ અહીથી વ્યવીને કયાં જન્મ લેશે ?
તમ
પ્રભુ—આ દેવ આજથી સાતમે દિવસે આ જ રીમાં ઋષભ નામના શેઠના જમ્મૂ નામે પુત્ર થશે, અનુક્રમે અવસર્પિણીમાં તે છેલ્લા કેવલી થવાના છે. આવા ખુલાસા સાંભળીને રાજા શ્રેણિક જિન ધર્મની બહુ જ અનુમેદના કરવા લાગ્યા. દેશના પૂર્ણ થયા બાદ ઘણાં જીવા યથા શક્તિ વ્રત નિયમ વિગેરેને અંગીકાર કરીને સ્વસ્થાને ગયા. તે પ્રમાણે રાજા શ્રેણિક વિગેરે પણ સ્વસ્થાને ગયા.